________________
સામવચનથી તેમને સાંત્વન આપી પોતપોતાના સ્થાન તરફ વિદાય કર્યા. પછી રાજાએ ભીમસેનકુમારને બોલાવીને આ પ્રમાણે શિક્ષા આપી; “હે વત્સ ! લોકનું આરાધન કરીને જગતમાં દુર્લભ એવી કીર્તિ મેળવ. રાજાઓએ પરસ્ત્રી અને પારદ્રવ્યનું કદીપણ હરણ કરવું નહીં. માતા-પિતા, ગુરુ અને જિનેશ્વર પ્રત્યે ભક્તિ રાખવી. મંત્રીની સલાહ પ્રમાણે ચાલવું. હંમેશાં ન્યાયને સ્વીકારવો. અનીતિને દૂર ત્યજી દેવી. વાણી વડે પ્રતિષ્ઠા મેળવવી. ધીરતા કેળવવી. ધર્મમાર્ગે ચાલવું અને સાતે વ્યસનોને છોડી દેવાં. રાજાઓનો પ્રાય: આ જ ઉત્તમ ધર્મ છે. તે ધર્મના આશ્રયથી લક્ષ્મી, કીર્તિ, યશ અને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આવી રીતે વારંવાર રાજાએ શિખામણ આપી તો પણ ભીમસેને પોતાનું દુરાચરણ છોડ્યું નહીં.
આવી રીતે શિક્ષા દેતાં પણ તે કુમાર વિનીત બનવાને અશક્ય જણાયો એટલે રાજાએ કુમારને કારાગૃહમાં નાંખો. કેટલોક કાલ કેદમાં રહી એક વખત અવસર પામી પોતાના જેવા મિત્રોની ખરાબ શિખામણથી દોરાઈ કુમારે ક્રોધ વડે માતાપિતાને મારી નાંખ્યા અને પોતે રાજ્ય ઉપર બેસી, મદ્યાદિક વ્યસનોમાં આશક્ત રહી લોકોને નિત્ય પીડા કરવા લાગ્યો.
તેના અત્યાચારથી કાયર થઈને સર્વ સામંતોએ, મંત્રીઓએ અને તેના પરિવારે મળીને તે પાપીને પકડીને ક્ષણવારમાં દેશનિકાલ કરી દીધો. પછી સર્વ શાસ્ત્રોમાં અને ન્યાયમાં ચતુર એવા જિનવલ્લભ નામના તેના અનુજબંધુનો મંત્રીઓએ શુભ મુહૂર્તમાં રાજય ઉપર અભિષેક કર્યો.
દેશનિકાલ કરેલા ભીમસેને બીજા દેશોમાં જઈને પણ ચોરી કરવા માંડી. ખરેખર વ્યસન છોડવું અશક્ય છે. તે પથિકોને અત્યંત મારતો. આ પ્રમાણે ઘણો અન્યાય કરનારા એ ભીમસેનને લોકો પકડીને મારતા. તેમનાથી છૂટીને યથેચ્છાએ ગામે ગામ ફરતો તે ભીમસેન અનુક્રમે મગધ દેશના પૃથ્વીપુર નગરમાં આવી ચડ્યો. ત્યાં કોઈ માળીને ઘેર સેવક થઇને તે રહ્યો. ત્યાં પણ પત્ર, પુષ્પ અને ફલાદિક ચોરીને વેચવા લાગ્યો. તેથી માળીએ તેને કાઢી મૂક્યો. એટલે તે કોઈ શેઠની દુકાને વાણોતર થઈને બેઠો; ત્યાં પણ તેણે પોતાનું દુર્વ્યસન છોડ્યું નહીં. ત્યાં રહીને પણ દુકાનની વસ્તુઓ ચોરી ચોરીને વેચવા માંડી. માણસને પડેલા સ્વભાવનો ત્યાગ કરવો ઘણો મુશ્કેલ છે. તેની ચોરી જાણવામાં આવતાં તે શેઠે તેને કાઢી મૂક્યો. ત્યાંથી નીકળીને તે ઇશ્વરદત્ત નામના કોઈ વ્યાપારીને ઘેર નોકર રહ્યો. એક વખતે દ્રવ્યનો લોભી ભીમસેન તે ઇશ્વરદત્તની સાથે નાવમાં બેસીને ત્વરાથી જલમાર્ગે ચાલ્યો. એક માસ સુધી સમુદ્રમાં ચાલતું નાવ એકવાર રાત્રિમાં પરવાળાના અંકુરોની કોટીથી અલિત
માહાભ્ય સાર • ૧૯૦