________________
રાજાની હઁસુંદરી નામે રાણીના ઉદરથી જન્મ પામેલી અંજનાસુંદરી નામે કન્યાને પરણ્યો. પરંતુ અભિમાનથી કોઇ દોષની શંકા લાવી તેણે મૂળથી જ તેની સંભાળ લેવી છોડી દીધી. તેથી સતીઓમાં મુખ્ય એવી તે દુઃખેથી કાળ પસાર કરવા લાગી. એમ કરતાં બાવીસ વર્ષ પસાર થયા. તેવામાં એક વખત વરુણ રાજાનો વિજય કરવા જતા સહાય માટે રાક્ષસપતિ રાવણના દૂતે પ્રહલાદ રાજાને આમંત્રણ કર્યું. તે માટે પિતાની રજા લઇ યુદ્ધમાં જતો પવનંજ્ય માતાને નમવા આવ્યો. ત્યાં પોતાની પ્રિયા તેના ચરણમાં નમી તો પણ તેની અવજ્ઞા કરી. પવનંજ્યે સૈન્યસહિત આકાશમાર્ગે જઇને માનસરોવરને તીરે પડાવ નાંખ્યો. ત્યાં રાત્રિએ એક ચક્રવાકીને વિયોગથી પીડાયેલી જોઇ પોતાની પ્રિયા તેને યાદ આવી. તેથી પ્રહસિત નામના પોતાના મિત્રની સાથે તેના આવાસમાં ગયો. ત્યાં પોતાની પ્રિયા અંજનાસુંદરીને મધુર વચનોથી આશ્વાસન આપી પવનંજ્યે તે રાત્રિ અÁક્ષણની જેમ તેની સાથે સુખમાં પસાર કરી.
પ્રાતઃકાલે જ્યારે પવનંજ્ય જવા તૈયાર થયો, ત્યારે અંજનાસુંદરી બોલી, ‘હે નાથ ! આપનાથી જો હું સગર્ભા થઉં તો મારે શો આધાર ? માટે કાંઇ નિશાની આપો.' પવનંજયે તેને પોતાની મુદ્રા આપી કહ્યું, ‘પ્રિયે ! ભય ન રાખીશ.' એમ કહી માનસરોવર ઉપર રહેલી પોતાની છાવણીમાં પાછો આવ્યો.
કેટલોક કાળ જતાં અંજનાસુંદરીના શરીર પર ગર્ભનાં ચિહ્ન જોઇ તેની સાસુ તિરસ્કારથી બોલી, ‘અરે ! બંને કુલને કલંક આપનારી અધમ સ્ત્રી ! આ તે શું કર્યું ? પતિ પરદેશ ગયા છતાં હે પાપિણી, તું ગર્ભિણી કેમ થઇ ?' અંજના સતી રોતી રોતી પતિની મુદ્રિકા બતાવીને પતિ ગુપ્ત રીતે આવ્યાની સર્વ વાત કહેવા લાગી, તો પણ તેના ઉપર વિશ્વાસ નહીં રાખતી કેતુમતીએ ક્રોધથી તેને કોટવાળ દ્વારા રથમાં બેસાડી, માહેન્દ્રપુર પાસે મૂકાવી. ત્યારે તેની વસંતતિલકા નામે એક સખી સાથે રહી હતી. તે અંજનાના પિતા પાસે ગઇ, પણ અંજનાને દોષિત ધારી વસંતતિલકા સહિત તેના પિતાએ પણ તેને પોતાના ઘરમાંથી તે જ વખતે કાઢી મૂકી. રાજાના શાસનથી ગામમાં પણ તેને કોઇ સ્થાન ન મળ્યું. તેથી રખડતી રખડતી તે કોઇક અરણ્યમાં ગઇ. ત્યાં ચારણ મુનિને જોઇ હર્ષ પામીને તેણે નમસ્કાર કર્યા અને પ્રારંભથી પોતાનો વૃત્તાંત કહી, પોતાના તેવા કર્મનું કારણ પૂછ્યું.
અંજનાસતીનો પૂર્વભવ :
મુનિએ કહ્યું કે, ‘લાંતક દેવલોકમાંથી ચ્યવીને એક દેવ તારા ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તે વિદ્યાધર થઇ આ જ ભવમાં મુક્તિએ જશે. વળી તારા પૂર્વભવનું સ્વરૂપ સાંભળ ! પૂર્વે કનકરથ નામના રાજાને લક્ષ્મીવતી અને કનકોદરી નામે બે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૭૮
•