________________
સુખના લોભથી પોતાનું પુણ્ય હારી જાય છે, તેઓ પોતાના ચરણ ધોવા માટે અમૃત વાપરવા જેવું આચરણ કરે છે.
આ પ્રમાણે પ્રભુ ચિતવતા હતા, તેવામાં સ્વર્ગમાંથી “જય જય” એવી વાણી ઉચ્ચારતા લોકાંતિક દેવતાઓ તેમની આગળ આવ્યા અને “હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો.' એમ કહી વિનયથી નમસ્કાર કરી પોતાને સ્થાનકે ગયા. પછી પ્રભુએ તત્કાલ ઉદ્યાન ક્રીડાદિક સર્વ છોડી દઈ વાર્ષિકદાન આપવાનો આરંભ ક્યો અને જ્ઞાનથી પોતાના ભાઇ સગર ભવિષ્યમાં ચક્રવર્તી થવાનાં છે એવું જાણીને રાજ્યને નહીં ઇચ્છતા પણ સગરકુમારને બલાત્કારે પ્રભુએ રાજય પર બેસાડ્યા.
પછી આસનકંપથી પ્રભુના દીક્ષા કલ્યાણકને જાણીને સર્વ ઇન્દ્રો ત્યાં આવ્યા. પ્રભુ સ્નાન કરી, દિવ્ય વસ્ત્રાભરણ પહેરી, ગૃહચૈત્યોમાં અહિતના બિંબની પૂજા કરીને સુર-અસુરોએ રચેલી સુપ્રભા નામની શિબિકામાં આરૂઢ થયા. એક હજાર પુરુષો વડે વહન કરાતી શિબિકામાં બેસીને સહસ્રામ્રવનમાં ગયા. ત્યાં શિબિકામાંથી ઉતરી, વસ્ત્રાભરણ અને માલાઓ વગેરે સર્વ ત્યજી દીધું, તે ઇન્દ્ર પોતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યું. અશોકવૃક્ષની નીચે મસ્તક પરના કેશનો પાંચ મુષ્ટિ વડે લોચ કર્યો. તે કેશને ઇન્દ્રમહારાજા ક્ષીરસમુદ્રમાં પધરાવી આવ્યા. પછી ઇન્દ્ર હાથની સંજ્ઞા વડે સર્વ કોલાહલ શાંત કર્યો. ત્યારબાદ પ્રભુએ “કરેમિ સામાઈયં” ઉચ્ચર્યું. એ રીતે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું અને ઇન્દ્ર પ્રભુના અંધ ઉપર દેવદૂષ્ય નાખ્યું. તે સમયે માઘમાસની શુક્લ નવમીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દિવસને પાછલે પહોરે છઠ્ઠ તપવાળા પ્રભુ ચોથા મન:પર્યવજ્ઞાનને પામ્યા. ત્યારપછી સંગ વિનાના, મૌનને ધારણ કરી પ્રભુએ પૃથ્વીતલ ઉપર વિહાર કર્યો. ઇન્દ્રાદિક દેવતાઓ નંદીશ્વરદ્વીપે ગયા.
બીજે દિવસે અયોધ્યાનગરીમાં બ્રહ્મદત્તને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું . તે સમયે તેના ઘરમાં આકાશમાંથી સાડાબાર કરોડ સોનૈયાની, પુષ્પોની અને વસ્ત્રોની વૃષ્ટિ થઈ. આકાશમાં દેવદુંદુભિ વાગી, દાતારની પ્રશંસા કરતા દેવતાઓએ જય જય શબ્દનો ઉચ્ચાર કર્યો. “પ્રભુએ સ્પર્શેલી આ ભૂમિને બીજો કોઈ સ્પર્શ કરે નહીં એવું વિચારી બ્રહ્મદત્તે તે ઠેકાણે ધર્મચક્ર કરાવ્યું. • અજિતનાથ પ્રભુને કૈવલ્ય પ્રાપ્તિ અને સગરને ચક્રરત્ન પ્રાપ્તિ ઃ
આર્ય-અનાર્ય દેશોમાં મમતારહિત વિહાર કરતા પ્રભુએ ધ્યાનરૂપ અગ્નિથી પોતાના ઘાતકર્મોને બાળતાં, સર્વદેશોમાં બાર વર્ષ સુધી વિહાર કરી ફરીને અયોધ્યા સમીપે આવ્યા. ત્યાં સહસ્સામ્રવનમાં સાચ્છદ વૃક્ષની નીચે ગોદોહાસને રહી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૩