________________
શત્રુંજય તરફ જતો હતો. તે જોઇને ભીલોએ તેને લૂંટવાનો વિચાર કર્યો. તેમાંના કોઈ ભદ્રક કુંભારે તે જાણીને તે ભીલ્લોને કહ્યું, “આપણી પાસે બીજું ધન હોવા છતાં આવી રીતે યાત્રાળુ લોકોને લૂંટીએ તે સારું નથી. આ યાત્રિકો પોતાનું ધન ઉત્તમ ક્ષેત્રમાં વાવશે તે ધન આપણે ગ્રહણ કરીએ તે મોટું અધર્મીપણું છે. પૂર્વના પાપથી આવો કુત્સિત જન્મ મળેલો છે, વળી આવા પાપ વડે આપણી શી ગતિ થશે ? આ યાત્રાળુઓ પૂર્વના પુણ્યાનુબંધી પુણ્યથી અહીં દાનવીર થયેલા છે અને આ ભવમાં આ તીર્થરાજની યાત્રા કરવાથી આગામી ભવમાં પણ પાછા સુખી થશે. તેથી આ કાર્ય કરવામાં હું તમને અનુસરીશ નહીં કે અનુમતિ આપીશ નહીં.'
આ પ્રમાણે બોલતા અને પોતાના વિચારથી જુદા પડેલા તે કુંભારને તે લોકોએ કાઢી મૂક્યો અને પાપીઓએ ભેગા મળીને તે શ્રી સંઘને લૂંટી લીધો.
આ બાજુ ભલિપુરના રાજાએ તે ખબર સાંભળીને તેઓની પલ્લી ઉપર ઘેરો નાંખ્યો. મોટા સૈન્યને જોઇ સર્વ ભીલ્લો ભય પામીને પોતાના કિલ્લામાં ભરાઇ રહ્યા. તે વખતે અચાનક કિલ્લામાં અગ્નિ ઉત્પન્ન થયો. એ અગ્નિ જળથી વારવા છતાં ઠર્યો નહીં. તેથી તે ભીલ્લો પશ્ચાત્તાપથી કહેવા લાગ્યા કે, “પાપી એવા આપણને ધિક્કાર છે, કે આપણે આ સંઘને લૂંટ્યો. આ કુકર્મનું ફળ આપણને શીધ્ર મળ્યું. નિર્લોભી અને પુણ્યવાન તે કુંભાર આપણને અટકાવતો હતો, તો પણ આપણે તેને કાઢી મૂક્યો.
આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં તેઓ એકીસાથે મૃત્યુ પામ્યા. “કર્મની સ્થિતિ એવી જ છે.” જે સંઘ શ્રી અર્વતને પણ પૂજ્ય છે અને જે તીર્થનું પણ તીર્થ છે, તેવા સંઘનું જે અહિત કરે છે, તે ખરેખરા પાપી જ છે, માટે સર્વદા સંઘની આરાધના કરવી. કદીપણ વિરાધના ન કરવી. સંઘની આરાધનાથી મુક્તિ થાય છે અને વિરાધનાથી નરક પ્રાપ્ત થાય છે.
અગ્નિથી મરીને તેઓ નરકમાં ગયા. ત્યાંથી નીકળી સમુદ્રમાં માછલા થયા. માછીમારોએ તે સર્વને એકસાથે જાળમાં બાંધી લીધા. ત્યાંથી કર્ણશૃંગાલી નામના જનાવર થયા. ત્યારબાદ આ રીતે ઘણા ભવોમાં ભમીને પાછા શિકારમાં તત્પર ભીલ થયા. એક વખત વનમાં ફરતાં એક શાંત સ્વભાવી મુનિને જોઇને નમસ્કાર કર્યા. મુનિએ તેમને ધર્મોપદેશ આપ્યો, તેથી તેઓ ભદ્રકપણાને પામ્યા. આસન્નભાવી જાણી મુનિ તેમના નગરમાં ચાતુર્માસ રહ્યા. પ્રથમ માસે તેમણે સાતેય વ્યસનો છોડી દીધાં, બીજે માસે અનંતકાય ત્યાગ, ત્રીજે માસે રાત્રિભોજન ત્યાગ અને ચોથે માસે અનશન કરી વિદ્યુત્પાતથી એકસાથે મૃત્યુ પામ્યા. તે ચક્રવર્તી ! ત્યાંથી તેઓ તમારે ઘેર પુત્રપણે અવતર્યા. જે પેલા કુંભારે સંઘ લૂંટવાની સંમતિ આપી નહોતી, તેણે તે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫ર