________________
પ્રાપ્તિ પણ થશે.” આવી પ્રભુની આજ્ઞા થતાં એ સિંહ પ્રભુનું જ ધ્યાન ધરતો ત્યાં સ્થિર થયો અને શુભ ધ્યાનપૂર્વક આયુષ્યને અંતે મૃત્યુ પામી સ્વર્ગે ગયો.
પ્રભુ શાંતિનાથે પણ અજિતનાથસ્વામીની જેમ મરુદેવા શિખર ઉપર ચાતુર્માસ નિર્ગમન કર્યું. ત્યાં ગંધર્વ, વિદ્યાધર, દેવો, નાગકુમારો અને મનુષ્યો આવી પ્રીતિથી પ્રતિદિન પ્રભુની પૂજા કરતા હતા. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. પછી પેલા સિંહદેવે સ્વર્ગમાંથી આવી પ્રભુથી પવિત્ર થયેલા તે મરુદેવા શિખર ઉપર શ્રી શાંતિનાથ જિનનું પ્રતિમા સહિત ચૈત્ય કરાવ્યું. તે સિવાય પોતાની સ્વર્ગગતિના હેતુરૂપ સ્વર્ગગિરિ શિખર ઉપર જિનેશ્વરોની તથા પોતાની પ્રતિમા સાથે બીજા પ્રાસાદો કરાવ્યા.
- સિંહદેવ અને તેના અનુગામી દેવો વડે અધિષ્ઠિત એવું તે શિખર, શ્રી શાંતિનાથની ભક્તિ કરનારની સર્વ કામના પૂરે છે અને પૂર્વાભિમુખે રહેલા તે ચૈત્યથી પાંચસો ધનુષ દૂર ઇશાન ખૂણામાં એક યક્ષ રહેલો છે. તે ચિંતામણિરત્ન આપે છે. વળી ત્યાં કલ્પવૃક્ષને અધિષ્ઠિત થઈને સાડા ત્રણ કરોડ દેવતાઓ રહેલા છે. તેઓશ્રી શાંતિનાથનું આરાધન કરનારને સર્વ વાંછિત આપે છે. અતિ પુણ્યવાન પ્રાણીઓને ત્યાં તે તીર્થનો અને તીર્થંકરનો આશ્રય કરવાથી પારલૌકિક સિદ્ધિ થાય છે. | સર્વ શિખર ઉપરની પૃથ્વીને પાવન કરતા શ્રી શાંતિનાથ ભગવાન અનુક્રમે હસ્તિનાપુર આવ્યા. પ્રભુને ત્યાં પધારેલા જાણી તેમના પુત્ર ચક્રધર રાજા પરિવાર સાથે પ્રભુને વાંદવા આવ્યા. નમસ્કાર કરી, સ્તુતિ કરીને સર્વ બેઠા એટલે પ્રભુએ દેશના આપી કે, “શીલ, શત્રુંજય પર્વત, સમતા, જિનસેવા, સંઘ અને સંઘપતિનું પદ એ શિવલક્ષ્મીના જામીનરૂપ છે.”
તે સાંભળી ચક્રધરે ઉભા થઈને પ્રભુને કહ્યું કે, “હે પ્રભુ ! મને સંઘપતિની પદવી આપો.” તે સાંભળી પ્રભુએ દેવોએ લાવેલો અક્ષતયુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક પર નાંખ્યો. ચક્રધરે ત્યાં મોટો ઉત્સવ કર્યો. પછી પ્રભુની આશિષ લઇને ચક્રધર સંઘને આમંત્રણ કરીને બોલાવ્યો. ઇન્ડે આપેલા દેવાલય સાથે શુભ મુહૂર્ત સંઘ સહિત ત્યાંથી ચાલ્યો. ગામે ગામે જિનપ્રતિમાને અને મુનિઓને નમતો અવિચ્છિન્ન પ્રયાસોથી સૌરાષ્ટ્ર દેશમાં આવીને તીર્થની નજીક આવ્યો. • ચક્રધરે કરેલ વિધાધરને સહાયતા અને પાણિગ્રહણ :
એક વખત સંઘપતિ ચક્રધર રાજા દેવાલય પાસે બેઠો હતો તેવામાં કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. ચક્રધરે તેને આવકાર આપ્યો. પછી વિદ્યાધરે કહ્યું, “હે રાજા ! તમે અરિહંતના પુત્ર છો. હું ખેટનગરના રાજા મણિપ્રિય વિદ્યાધરનો કલાપ્રિય નામે પુત્ર છું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૬ ૧