________________
જ ભવમાં ઘણી સમૃદ્ધિવાળું રાજ્ય પ્રાપ્ત કર્યું. શુભ ભાવનાથી ઉત્તરોત્તર ઉત્તમ ભવને પ્રાપ્ત કરી છેવટે તમારા જહુનુનો પુત્ર આ મહાભાગ્યશાળી ભગીરથ થયેલ છે.
પૂર્વકર્મના યોગથી હે રાજા ! તમારા પુત્રો એકસાથે મૃત્યુ પામ્યા છે. માટે આ તત્ત્વ મનમાં ધારણ કરજો કે, કદી સંઘની અવજ્ઞા કરવી નહીં. કારણ કે તે બોધિવૃક્ષને બાળવામાં અગ્નિરૂપ અને દુર્ગતિ આપનાર છે. વલી જેઓ તીર્થે જનારા લોકોને વસ્ત્ર, અન્ન અને જલ વગેરે આપવા દ્વારા પૂજે છે, તેઓને તીર્થયાત્રાનું મોટું ફળ મળે છે. સંઘ એ જ પ્રથમ તીર્થ છે અને તે વળી તીર્થયાત્રાએ જતો હોય ત્યારે તો વિશેષ પૂજવા યોગ્ય છે. તે રાજા ! રાજયમાં, પુત્રમાં અને પત્નીમાં મોહ ન રાખો. આત્મહિત કરો. ફરીવાર આવો મનુષ્યભવ ક્યાંથી મળશે? આ પ્રમાણે પ્રભુના મુખેથી પોતાના પુત્રના પૂર્વભવો જાણીને સગરરાજા શોકમુક્ત થઇ વૈરાગ્ય પામ્યા.
• સાતમા ઉદ્ધારક : સગર ચક્રવર્તી છે
સગર ચક્રીની સંઘસહિત શ્રી શત્રુંજયની યાત્રા તે સમયે ઇન્દ્ર કહ્યું, “હે ચક્રવર્તી ! તમે ભરત ચક્રીની જેમ પૃથ્વીને સાધી છે, તો હવે તેઓની જેમ સંઘપતિ થાઓ.” આ સાંભળી સગરચક્રી તીર્થયાત્રા માટે આદરવાળા થયા. પછી પ્રભુએ વાસક્ષેપ નાંખ્યો. સૌધર્મેન્દ્ર રાજાને શ્રી આદિનાથ ભગવાનનું રત્નમય બિંબવાળું એક શ્રેષ્ઠ દેવાલય આપ્યું. પછી સગરચક્રીએ ચતુર્વિધ સંઘ સાથે શુભ દિવસે યાત્રા કરવા પ્રયાણ કર્યું. ગણધરો, મુનિવરો, શ્રાવકો, શ્રાવિકાઓ, મહાધરો, મંડલીક રાજાઓ, ગાયન કરનારા, બિરદાવલી બોલનારા, નૃત્ય કરનારા અને કૌતુક ઉપજાવવાવાળા પુરુષોની સાથે સગરચક્રવર્તી ચકે બતાવેલા માર્ગે આગળ ચાલ્યા.
તીર્થમાર્ગમાં પ્રત્યેક નગરમાં અને પ્રત્યેક ગામમાં શ્રી જિનેશ્વરની પૂજા કરતા, મુનિજનોને વાંદતા અને દાન આપતા શ્રી સિદ્ધાચલ પાસે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુર નગરમાં ચક્રીએ તીર્થની, પ્રભુની તથા સંઘની પૂજા અને સાધર્મિક વાત્સલ્ય કર્યું. પછી દેવાલયને આગળ કરી સંઘ સાથે મહોત્સવપૂર્વક તે તીર્થને ત્રણ પ્રદક્ષિણા કરી. પછી સગરરાજા પૂર્વ તરફથી ગિરિ પર ચડ્યા અને બીજા લોકો પોતાની શક્તિ પ્રમાણે સર્વ માર્ગેથી ગિરિ પર ચડવા લાગ્યા. ચક્રવર્તી ગિરિ ઉપર આવ્યા એટલે ઇન્દ્ર પણ પ્રીતિથી ત્યાં આવ્યા. બંને રાયણ વૃક્ષ નીચે પરસ્પર મળ્યા.
આ બાજુ જહુનુનો પુત્ર ભગીરથ ચક્રીની આજ્ઞાથી સૈન્ય સાથે અષ્ટાપદગિરિએ પહોંચ્યો. ત્યાં પોતાના પિતા અને કાકાઓની ભસ્મ જોઇને મૂચ્છ પામ્યો. ઠંડા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૫૩