________________
પરવાળા અને અન્ય રત્નોની જેમ મળવાં સુલભ છે. પરંતુ ચિંતામણી રત્ન જેવું સર્વ અર્થને સાધનારું શ્રી જિનેશ્વરોએ કહેલું આ ચારિત્ર અતિ દુર્લભ છે. જો એક દિવસ પણ શુદ્ધ ચારિત્ર પાળ્યું હોય તો સર્વ કર્મ ખપાવી પરમપદ પમાય છે.'
આવો ચારિત્રનો પ્રભાવ સાંભળી વૈરાગ્ય પામેલા સગર રાજા પોતાના પૌત્ર ભગીરથને રાજય પર સ્થાપન કરીને પોતે એક હજાર રાજાઓની સાથે પ્રભુ પાસે વ્રત ગ્રહણ કરીને વિચારવા લાગ્યા.
શ્રી અજિતસેનસ્વામીને સિંહસેન વગેરે પંચાણું ગણધરો થયા. એક લાખ મુનિઓ, ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વીઓ, બે લાખ એકાણું હજાર શ્રાવકો તથા પાંચ લાખ પીસ્તાલીસ હજાર શ્રાવિકાઓ એ પ્રમાણે પ્રભુનો ચતુર્વિધ સંઘનો પરિવાર થયો. તેમના તીર્થમાં મહાયક્ષ નામે યક્ષ અને અજિતા નામે યક્ષિણી થયા. કુમારપણામાં અઢાર લાખ પૂર્વ, રાજયાવસ્થામાં ત્રેપન લાખ પૂર્વ, વ્રતમાં એક લાખ પૂર્વ અને છબસ્થપણામાં બાર વર્ષ એમ સર્વ મળી બોતેર લાખ પૂર્વ પ્રભુનું આયુષ્ય થયું.
પ્રાંતે શ્રી અજિતનાથસ્વામી વિહાર કરતા કરતા એક હજાર મુનિઓની સાથે સમેતશિખરગિરિ પર પધાર્યા અને અનશન કરી માસને અંતે ચૈત્ર માસની શુક્લ પંચમીએ રોહિણી નક્ષત્રમાં હજાર મુનિઓ સાથે મુક્તિ પામ્યા. ઇન્દ્રાદિ દેવોએ ત્યાં આવી શ્રી અજિતનાથસ્વામીનો નિર્વાણ મહોત્સવ કર્યો. સગર મુનિ પણ કેવલજ્ઞાન પામી, બોતેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, અજિતનાથ પ્રભુની જેમ સમેતશિખર ઉપર મોક્ષે ગયા.
(ઇતિ સગર ચક્રવર્તીએ કરાવેલો સાતમો ઉદ્ધાર)
• આઠમા ઉદ્ધારક : વ્યંતરેન્દ્ર છે. હવે ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામી ભગવાન પૃથ્વીને પવિત્ર કરતા, શ્રી શત્રુંજયગિરિ ઉપર આવ્યા. રાયણ વૃક્ષની નીચે દેવોએ તેમનું સમવસરણ રચ્યું. ત્યાં સિંહાસન પર બેસી પ્રભુએ દેશનામાં કહ્યું કે, “અરિહંતો મુક્તિ પામ્યા પછી, કેવલજ્ઞાન રૂપી ધર્મ નાશ પામ્યા પછી આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન અને પૂજન કરે છે, તેઓ અલ્પકાળમાં અજરામર પદ પ્રાપ્ત કરે છે. જેઓ અહીં પ્રાસાદ, પ્રતિમા, પાત્રદાન અને અનુકંપાદાન વગેરે કરે છે, તેઓ તત્કાલ આ લોક અને પરલોકના સુખો પામે છે.” પ્રભુની દેશના સાંભળી વ્યંતરપતિઓએ તે જ વખતે ભક્તિથી ઉત્સાહિત થઈ જીર્ણ થયેલા તીર્થના પ્રાસાદોનો ઉદ્ધાર કર્યો. આ રીતે આ શત્રુંજય તીર્થ ઉપર વ્યંતરેન્દ્રોએ કરેલો આઠમો ઉદ્ધાર થયો.
(ઇતિ વ્યંતરેન્દ્રોએ કરેલો આઠમો ઉદ્ધાર) શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૫૬