________________
અવધિજ્ઞાનથી આ ઉપદ્રવ સૌધર્મેન્દ્ર જાણ્યો. દયાળુ ઇન્દ્ર બ્રાહ્મણનો વેષ ધારણ કરીને ત્યાં આવ્યા અને “મરો નહીં, મરો નહીં એમ કહેવા લાગ્યા. તેથી તે સર્વ સૈન્ય ત્યાં જ સ્થિર થયું. પછી તેઓની પાસેથી મરવાનું કારણ જાણીને કહ્યું, તમે આવું સાહસ કરો છો, તે સ્વામીની ભક્તિથી, સ્વામીના ભયથી કે સ્વામીના પુત્રના મરણના શોકથી ? તેઓએ કહ્યું, “અમે મૃત્યુને ઇચ્છતા નથી, પણ ચક્રવર્તીના ભયથી મરવા તૈયાર થયા છીએ. કારણ કે તે અવશ્ય અમને મારી નાંખશે.” • સગરચક્રીના સૈન્યને ઇન્દ્ર આપેલ આશ્વાસન :
તે પછી ઇન્દ્ર પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું, “આમાં તમારો કોઈ દોષ નથી. ચક્રવર્તીનો ભય હું દૂર કરીશ. માટે તમે નગર તરફ પ્રયાણ કરો અને હું બોલાવું ત્યારે નગરમાં પ્રવેશ કરજો .” એમ આશ્વાસન આપી ઇન્દ્ર અદ્રશ્ય થઈ ગયા. પછી ધીમે ધીમે તેઓ અયોધ્યા તરફ ચાલ્યા. કેટલેક દિવસે અયોધ્યા પાસે આવી ઇન્દ્રનું સ્મરણ કર્યું, તેથી દયાવાન ઇન્દ્ર વેગથી ત્યાં આવ્યા અને મૃત્યુ પામેલા બાળકને હાથમાં લઇ, પાંચસો વર્ષના આયુષ્યવાળા બ્રાહ્મણનો વેષ ધરી ઇન્દ્ર સગરચક્રી પાસે ગયા. રાજદ્વાર પાસે મોટેથી પોકાર કરી પૃથ્વી, દેવ અને સગરચક્રીની નિંદા કરતાં તે બોલ્યા, “સર્વ પ્રત્યે સુખકારી ભાવનું સર્જન કરનાર હે દૈવ ! મારા પ્રત્યે નિધુરતાપૂર્વક અવળા મુખવાળા થઈ શા માટે મને દુઃખી કરો છો ? હે ચક્રવર્તી ! કુદૈવથી મારી રક્ષા કરો. આ વૃદ્ધવયમાં જ મારા પુત્રને કુદવે મારી નાંખ્યો. આપ ન્યાયથી પૃથ્વીની રક્ષા કરો.”
આવાં તેનાં વચન સાંભળી ખેદ પામેલા સગરરાજાએ માણસો મોકલી તેને બોલાવ્યો. ઇન્દ્ર આવીને તે બાળકને આગળ મૂકી સભામાં રહેલા બીજાઓને પણ રોવરાવતો તે બ્રાહ્મણ મોટેથી રોવા લાગ્યો. રાજાએ તેને રડવાનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો, “હે સ્વામી ! એકના એક પુત્રના મરણથી મને જે દુઃખ થયું છે, તે હું તમને કેટલું કહું ? આજે રાત્રે આ મારો લાડકવાયો પુત્ર સૂતો હતો, ત્યાં અચાનક મહાક્રૂર સર્પ તેને કરડ્યો. હે રાજા ! ગમે તે મંત્રમંત્રાદિ ઉપાયો કરીને મારા બાળપુત્રને સજીવન કરો. નહીં તો દોષ તમને લાગશે અને મારા કુલનો ક્ષય થશે.' પછી સગરરાજાએ માંત્રિકો - વૈદ્યોને બોલાવ્યા. તેઓએ અનેક ઉપાયો કરી જોયા, પણ બાળકને મૃત્યુ પામેલો જાણી કહેવા લાગ્યા, આ બાલક ઉપર ઔષધિના ઉપાયો અસાધ્ય છે, પણ જેના ઘરમાં પૂર્વે કોઇ મરણ પામ્યું ન હોય, તેના ઘરમાંથી જો રાખ લાવવામાં આવે તો આ સજીવન થાય તેમ છે.”
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૯