________________
ત્યાર બાદ સૌધર્મપતિએ થોડા પાછા ખસીને આ પ્રમાણે સ્તુતિ કરી -
હે તીર્થપતિ અજિતસ્વામી ! ત્રણ લોકના નાયક, દેવાધિદેવ, સર્વ જનો કરતાં શ્રેષ્ઠ એવા આપ જય પામો.
હે ભગવન્! આદિનાથ પ્રભુ પછી પચીસ લાખ કરોડ ઇન્દ્રો થઈ ગયા પછી આજે તમે મારા સારા ભાગ્યે જ અવતર્યા છો.
હે ભગવન્ ! તમારા અવતારથી, તમારી પૂજા અને તમારી દેશના સાંભળવા વગેરે વડે મારો અવતાર પણ હું કૃતાર્થ માનું છું.
હે નાથ ! તમારા જેવા સ્વામીથી આ ભરતખંડ પવિત્ર થયો. તમે આ સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને તારનાર અને વિષય-કષાયરૂપ શત્રુઓના બળને તોડનાર છો.
હે કરૂણાકર સ્વામી ! આસન, શયન, ગમન, ધ્યાન વગેરે સર્વ કર્મમાં તમે મારા ચિત્તમાં નિવાસ કરો. તમારું પૂજન, નમન, સ્તવન અને ધ્યાન કરવાના પુણ્યથી તમારા ચરણકમલ દરેક ભવમાં મારા હૃદયને સંતોષ પમાડો.'
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને માતા પાસે મૂકી નંદીશ્વરદ્વીપમાં આઠ દિવસ ભક્તિ મહોત્સવ કરીને જિનધર્મમાં તત્પર થઇ પોત-પોતાનાં સ્થાનકે ગયા.
આ બાજુ સંપૂર્ણ દોહદવાળી યશોમતીએ પૂર્ણ સમયે તે જ રાત્રીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. પ્રાતઃકાલે રાજાએ પુત્ર જન્મની વધામણી કહેનાર પુરુષોને હર્ષથી ઘણું દાન આપી તેનું જીવનપર્યતનું દારિદ્રય દળી નાંખ્યું. તે વખતે ઇન્દ્રના આદેશથી કુબેરે સમગ્ર નગરમાં હિરણ્ય, રત્ન અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. ધ્વજા, તોરણ, માણિક્ય, સ્વસ્તિક, અગરુ અને માળાઓથી આખું નગર શણગાર્યું, મોકળા હાથે દાન આપ્યું. આમ મોટો ઉત્સવ થયો. બીજે દિવસે રાજાએ સ્થિતિ અને પ્રતિસ્થિતિ સંસ્કાર કર્યો. (કુળની મર્યાદાની શરૂઆત કરી.) ત્રીજે દિવસે ઉત્સવ સાથે બંને પુત્રોને ચન્દ્ર-સૂર્યનું દર્શન કરાવ્યું. છટ્ટે દિવસે ગોત્રજનની સંમતિથી “આ પુત્ર કર્મથી જીતાશે નહીં.” એમ વિચારી ઉત્સવપૂર્વક પ્રભુનું “અજિત” એવું નામ પાડ્યું અને અનુસ્વાર સહિત – સગર = સંગર. યૂહ જીતનાર એવું યશોમતીના પુત્રનું અનુસ્વાર રહિત સગર’ નામ પાડ્યું. • શ્રી અજિતનાથ પરમાત્માની બાળક્રીડા અને પાણિગ્રહણ :
ઇન્દ્ર મોકલેલી પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતા પ્રભુ વૃદ્ધિ પામવા લાગ્યા. તે પ્રભુ વિશ્વને આલંબન કરવાની યષ્ટિરૂપ (લાકડી) છે, તે છતાં પોતે હાથમાં યષ્ટિ (લાકડી)નું આલંબન કરી જાણે ભવસાગરનો તાગ લેતા હોય તેમ મંદ મંદ ચાલવા લાગ્યા. કેટલાક દેવો ઇન્દ્રની આજ્ઞાથી મોર, ઘોડા, હાથીનાં રૂપ લઇ પ્રભુને રમાડવા લાગ્યા. પ્રભુ જો કે સંસારથી વિરક્ત હતા. તો પણ માતા-પિતાને અને દેવોને હર્ષ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૧