________________
લાગ્યા અને તત્કાળ તે પર્વતોમાંથી અગ્નિ ઉત્પન્ન થયો. ત્યારે સુમતિ નામે મંત્રી બોલ્યો, “કોઇ દુષ્ટ દેવની આ ચેષ્ટા જણાય છે. તેની શાંતિ માટે ભક્તિયુક્ત આચરણ કરો. જેથી પ્રસન્ન થઈ તે પોતાનું રૂપ પ્રગટ કરશે.'
મંત્રીના વચનથી રાજાએ શુદ્ધ થઇ તેની પૂજા કરી, શાંતિનાં ઘણાં ઉપાયો કર્યા, તો પણ તે દેવ જરાપણ સંતુષ્ટ ન થયો. તેથી ઇન્દ્ર આપેલા શત્રુસંહાર ધનુષ્યની પૂજા કરી, બાણને તેની સાથે જોડ્યું, તેવામાં તેજસ્વી નેત્રવાળો ભયંકર રૂપવાળો વેતાલ – “રક્ષા કરો, રક્ષા કરો” એમ બોલતો પ્રગટ થયો. એટલે રાજાએ કહ્યું, અરે ! તે કોના બળથી આ માર્ગ રૂંધ્યો છે ? અને તું કોણ છે ? તે કહે.'
વેતાલ બોલ્યો, “હે મહારાજ ! તમે કૃપાલુ છો. તેથી મારા ઉપર ક્રોધ ન કરશો. અજ્ઞાની એવા મેં તમારો માર્ગ રોક્યો, તેનું કારણ સાંભળો.” પૂર્વે વિયજ્ઞતી નામે હું વિદ્યાધરોનો સ્વામી હતો. તે વખતે તમે મને યુદ્ધમાં જીતી લીધો હતો. તેથી આર્તધ્યાનથી મૃત્યુ પામી કેટલાક ભવ ભમીને કોઇ પુણ્યયોગે આ પર્વતમાં વેતાલ થયો છું. વિર્ભાગજ્ઞાનથી પૂર્વના વૈરને લીધે તમને જોઈ દ્વેષથી તમારો માર્ગ રૂંધ્યો. પરંતુ તમારા ધનુષ્યના ટંકાર માત્રથી પર્વતો તૂટી ગયા. પૂર્વે હું કોઇથી જીતાયો ન હતો. પણ તમારાથી હું પરાજિત થયો છું. હવે તમારી આજ્ઞાથી પૂર્વવત્ સેવકની જેમ હું અહીં રહીશ.’ આ પ્રમાણે કહેતાં વેતાલને રાજાએ ત્યાં જ સ્થાપિત કર્યો. પછી રાજા પરિવાર સાથે ત્યાંથી આગળ ચાલ્યા. • દંડવીર્ય રાજાએ કરેલ તીર્થોદ્વાર અને અંતે મુક્તિ પ્રાતિ :
કેટલાક દિવસે સંઘસહિત રાજા શત્રુંજયગિરિ સમીપે આવી પહોંચ્યા. ત્યાં આનંદપુરમાં ભરત ચક્રવર્તીની જેમ જિનપૂજા, તીર્થપૂજા અને સંઘપૂજા વગેરે સર્વ કર્યું. પછી શત્રુંજયી નદીમાંથી, ભરતકુંડમાંથી અને બીજા કુંડોમાંથી તીર્થજળ લઇ શત્રુંજય ગિરિરાજ ઉપર ચડ્યા. મુખ્ય શિખરે આવીને તેને પ્રદક્ષિણા કરી. મુખ્ય શિખર, ચૈત્ય, રાયણવૃક્ષ, સમવસરણ અને પ્રભુની પાદુકાની ત્રણ ત્રણ વાર પૂજા કરી. તે વખતે અવધિજ્ઞાનથી દંડવીર્યને ત્યાં આવેલા જાણી સૌધર્મેન્દ્ર દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને તેમણે કહેલ વિધિથી રાજાએ દેવપૂજા, સંઘપૂજા તથા મહોત્સવ વગેરે શુભ કાર્યો કર્યા. પછી જગત્મભુના જીર્ણ થઈ ગયેલા પ્રાસાદોનો ઇન્દ્રની સંમતિથી ઉદ્ધાર કર્યો તથા ત્રણ અઠ્ઠા મહોત્સવ સહિત તીર્થોત્સવ કર્યો. તેવી જ રીતે ઇન્દ્રની સાથે ગિરનાર પર પણ ઉત્સવ કરી તીર્થનો ઉદ્ધાર કર્યો. પછી અર્બુદાચળ, વૈભારગિરિ, અષ્ટાપદ અને સમેતશિખર તીર્થ પર સંઘ સહિત જઇને યાત્રા અને ઉદ્ધાર કર્યા. ત્યારપછી પોતાનાં રાજયમાં આવી દંડવીર્ય રાજાએ બીજા કરોડો નવા પ્રાસાદો કરાવ્યાં.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૩૬