________________
હજાર રાજાઓએ તે સમયે વ્રત અંગીકાર કર્યું. ત્યારબાદ વિનીતાના રાજયસિંહાસન પર ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યપશાનો ઇન્દ્ર મહારાજાએ રાજ્યાભિષેક કર્યો.
આ બાજુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભરત રાજર્ષિ ગામ, આકર, નગર વગેરે સ્થળોમાં ભવ્ય જીવોને ધર્મદેશના દ્વારા પ્રતિબોધ આપતાં પોતાના પરિવારની સાથે એક લાખ પૂર્વ વર્ષ સુધી વિચર્યા. ત્યારબાદ તેઓએ અષ્ટાપદ પર્વત ઉપર જઈને ચાર પ્રકારના આહારનું વિધિપૂર્વક પચ્ચખાણ કર્યું. એક માસના અંતે અઘાતી કર્મોને ખપાવી સિદ્ધિપદ પામ્યા. અન્ય સાધુઓ પણ એ ક્રમપૂર્વક મોક્ષે ગયા. તે સમયે ભરત રાજર્ષિનો પણ નિર્વાણ મહોત્સવ ઇન્દ્રોએ સારી રીતે ઉજવ્યો અને તે સ્થાને ચૈત્યો કરાવ્યા.
ભરત રાજર્ષિ કુમારપણામાં ૭૭ લાખ પૂર્વ, મંડલિકપણામાં એક હજાર વર્ષ, ચક્રવર્તીપણામાં એક હજાર વર્ષ જૂન ૬ લાખ પૂર્વ અને કેવલજ્ઞાનીપણામાં ૧ લાખ પૂર્વ. આ રીતે ચોરાસી લાખ પૂર્વનું સર્વ આયુષ્ય પરિપૂર્ણ કરી નિર્વાણપદ પામ્યા. ભગવાન ઋષભદેવ સ્વામી, ભરત રાજર્ષિ આદિનાં નિર્વાણ સ્થાન રૂપ શ્રી અષ્ટાપદ તીર્થનો મહિમા અપાર છે. પવિત્ર ભાવનાવાળા જે પ્રાણી, આ અષ્ટાપદ તીર્થમાં યાત્રા કરે છે, તે ત્રણ ભવ અથવા સાત ભવમાં શિવમંદિરને પ્રાપ્ત કરે છે.
ત્યારબાદ શોકાકુલ સૂર્યયશા રાજાએ અષ્ટાપદ તીર્થ પર આવીને ત્યાં ગગનચુંબી અનેક પ્રાસાદો ર્યા. પોતાના પિતા ભરતેશ્વરનાં નિર્વાણ થી થયેલા શોકને મુખ્યમંત્રીઓના વચનોથી ધીરે ધીરે દૂર ર્યો અને રાજ્યપ્રવૃત્તિઓનો ભાર ઉપાડ્યો. પ્રભુના રાજ્યારોહણ વખતે પ્રભુનાં મસ્તક પર મૂકેલો મુકુટ સૂર્યપશાના મસ્તક પર ઇન્દ્ર મહારાજાએ જયારે મૂક્યો, ત્યારે તેનો પ્રભાવ દ્વિગુણ ઉદયને પામ્યો.
સૂર્યયશાએ રાધાવેધની પ્રતિજ્ઞાને પૂરીને કનક વિદ્યાધરની પુત્રી જયશ્રી સાથે પાણીગ્રહણ કર્યું હતું. આ સિવાય વિદ્યાધરોની તથા રાજાઓની પુત્રીઓ મળીને કુલ બત્રીસ હજાર પવિત્ર કુલીન સ્ત્રીઓ તેના અંતઃપુરમાં હતી. તે રાજા બે આઠમ, બે ચૌદસ - આ રીતે ચતુ:પર્વમાં વિશેષ રીતે પ્રત્યાખ્યાન તથા પૌષધાદિ તપ દ્વારા આરાધના કરતા હતા. સૂર્યયશાને જીવિત કરતાં પણ પર્વોની આરાધના વધારે પ્રિય હતી. • ઇન્દ્ર મહારાજા દ્વારા સૂર્યયશા રાજાનાં સત્ત્વની પ્રશંસા :
એક અવસરે સૌધર્મસભામાં બેઠેલા ઈન્દ્ર મહારાજાએ અવધિજ્ઞાનથી સૂર્યયશા રાજાના પર્વની આરાધના માટેના દ્રઢ નિશ્ચયને દેખીને હૃદયના આદરભાવથી આશ્ચર્ય દર્શાવતા, સહસા માથું કંપાવ્યું. તે જોઇને ઉર્વશીએ ઇન્દ્રને માથું ધૂણાવવાનું કારણ પૂછ્યું.
ઇન્ડે કહ્યું, ‘ઉર્વશી, તું સાંભળ ! અત્યારે હું અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી, સાત્ત્વિકોમાં શિરોમણિ એવા શ્રી ઋષભદેવ ભગવંતના પૌત્ર અને ભરત ચક્રવર્તીના
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૩