________________
ઋષભદેવ સ્વામીના પુત્રોએ પણ કારણને વશ થઇ પરસ્પર યુદ્ધ કર્યું હતું. તેઓએ પણ યુદ્ધમાં હાથી, ઘોડા, મનુષ્યો, પાડા વગેરે મોટી સંખ્યામાં હણ્યા હતા. આમ ક૨વા છતાં પણ તેઓ સ્હેજે દોષિત ન થયા, મારો ભાઇ વારિખિલ્લ તો કોપથી કલૂષિત છે અને અયોગ્ય માર્ગને પ્રવર્તાવના૨ છે. પોતે રણસંગ્રામમાં આગળ થઇને નીકળ્યો છે, છતાં જો તે પાછો હઠે, તો હું પણ યુદ્ધ ત્યજીને મારા દેશમાં જઇશ. દ્રાવિડની વાત સાંભળી સુવલ્લુએ કહ્યું : ભરતેશ્વર આદિનું જે દ્રષ્ટાંત તેં કહ્યું, તે જરાય યોગ્ય નથી. કારણ કે ભરતે પૂર્વભવમાં મુનિવરોને દાન આપ્યું. તેથી ચક્રવર્તીની સંપત્તિ પ્રાપ્ત કરી હતી અને બાહુબલિએ મુનિઓની વૈયાવચ્ચ કરી, અતિશ્રેષ્ઠ બાહુબલ ઉપાર્જ્યું હતું. જ્યારે ચક્રરત્ન આયુધશાળામાં ન પેઠું ત્યારે ભરતે બાહુબલિને શરણે આવવા કહ્યું. પણ બાહુબલિએ કહેવડાવ્યું કે, ‘હું પિતાશ્રી ઋષભદેવ સિવાય અન્યને નમસ્કાર નહીં કરું.' એથી તેઓનું યુદ્ધ થયું. પણ છેવટે તે બંને વીરોએ દેવોનાં વચનને માન્ય રાખીને રણસંગ્રામ ત્યજીને પરસ્પર દ્વન્દ્વ યુદ્ધ જ કર્યું અને છેવટે તો બાહુબલિએ ત્યાં જ દીક્ષા લીધી અને ભરતે પણ તેમને ખમાવ્યા હતા. આ રીતે તેમને બરાબર તું યાદ કર ! અને એ બંને મહાપુરુષોને આ પ્રસંગે વચ્ચે લાવીને તું તેઓને શા માટે દૂષિત કરે છે ? ભગવાનના પુત્રો મહાપરાક્રમી, ઉદાર, ગુણવાન, ક્ષણવારમાં કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે જ સ્વામીના તમે પૌત્રો છો. તેમની જેમ તમે પણ તમારા આત્માનું કલ્યાણ કરો.
સુવલ્ગુ તાપસની આ વાત સાંભળીને કાંઇક લજ્જા પામેલા દ્રાવિડ રાજા ક્ષમાપના કરતાં બોલ્યા કે, મેં અજ્ઞાનતાથી, મારા મહાન પૂર્વજોને દૂષિત કર્યા. તેનું મિથ્યાદુષ્કૃત આપું છું. હવે મારે જે કરવા યોગ્ય હોય તે કહો. ત્યારે તાપસે કહ્યું, રાજન્ ! કેવળ પાપકર્મના આશ્રયરૂપ આ લડાઇને હમણાં જ બંધ કર અને તારા આત્માનું હિત ચિંતવ.
સુવલ્ગુની વાણીથી બોધ પામેલા દ્રાવિડ રાજાએ કહ્યું, ‘હે ભગવન્ ! તમે જ મારા ગુરુ, તમે જ મારા દેવ અને તમે આ સંસારસાગરમાંથી મારો ઉદ્ધાર કરનારા છો. માટે હે દયાસાગર ! મારી ઉપર તમે પ્રસન્ન થાઓ અને મને દીક્ષા આપો. એમ કહી મુનિના વચનથી પોતાના બંધુને ખમાવવા જલ્દીથી એકલા જ તેના સૈન્યની અંદર ગયા. તેમને ઉતાવળથી એકલા જ આવતા જોઇ વારિખિલ્લે પણ તત્કાળ પોતાના આસન ઉપરથી ઉભા થઇને પ્રણામ કર્યા અને કહ્યું કે, મારા ભાગ્ય વડે આપ મારા ઘેર પધાર્યા છો. માટે પ્રસન્ન થઇને આ રાજ્ય ગ્રહણ કરો. દ્રાવિડે પણ મુનિએ કહેલા બોધની વાત કહી અને પછી કહ્યું, ‘હે બંધુ ! ઉત્તમ બોધના લાભથી મારું રાજ્ય પણ હું છોડી દેવાની ઇચ્છાવાળો છું. તો તમારા રાજ્યનો શી રીતે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૧