________________
ભરત રાજાને સંઘપતિ તરીકે આવતા જાણી, તેમનો ભત્રીજો - સૌરાષ્ટ્રના અધિપતિ સુરાષ્ટ્ર રાજાના પુત્ર શક્તિસિંહે ભરતની સન્મુખ આવીને ભક્તિપૂર્વક નમન કર્યું. તેને ભરતેશ્વરે હર્ષથી કહ્યું,
આ દેશનું “સુરાષ્ટ્ર' એવું નામ સફળ છે. કારણ કે જ્યાં અન્ય દેશવાસીઓને દુષ્માપ્ય એવું મહાપવિત્ર શત્રુંજય તીર્થ છે. સદાકાલ આ તીર્થની સેવા કરનાર તમને ધન્ય છે. કારણ કે આ ગિરિરાજની છાયા પણ પાપ અને તાપને દૂર કરે છે. અહીં જે વૃક્ષો, પશુઓ, પંખીઓ છે, તેઓ પણ પુણ્યવાન છે. જયારે અમારા જેવા દૂરવાસી તો તેને વારંવાર જોઈ પણ નથી શકતા.' આ રીતે પ્રીતિપૂર્વક તેને બોલાવી આભરણાદિકથી તેનું સન્માન કર્યું. પછી ઉંચા શિખરોથી જાણે યાત્રિકોને આવકારતો હોય, એવો પુંડરીકગિરિ દૂરથી જોઇને ભરતેશ્વર રોમાંચિત થયા. · ગણધર ભગવંતે બતાવેલી ગિરિરાજ પૂજનવિધિ :
ત્યારબાદ ગજરત્ન ઉપરથી નીચે ઉતરીને ભરત રાજાએ હર્ષથી, ભક્તિથી ગણધર મહારાજાને વંદન કરીને પૂછ્યું કે, “આ પર્વતની પૂજા કેવી રીતે કરવી ? અને અહીં કઇ ક્રિયા કરવી ? તે કૃપા કરીને મને કહો !”
ત્યારે ગણધર ભગવંતોમાં મુખ્ય એવા શ્રી નાભગણધરે અવધિજ્ઞાનથી જાણીને ભરતને કહ્યું, “હે નરેશ્વર ! જયારે આ ગિરિરાજનાં દર્શન થાય ત્યારે પ્રથમ તેને નમસ્કાર કરવો. જે કોઈ ગિરિરાજનાં પ્રથમ દર્શનની વાત જણાવે, તેને કાંઇપણ પ્રીતિદાન આપવું. કારણ કે તે પુણ્યની વૃદ્ધિ માટે થાય છે. જયારે આ ગિરિરાજનું પ્રથમ દર્શન થાય, ત્યારે આ ગિરિને સુવર્ણથી અને મણિરત્નાદિકથી વધાવવો. પછી પૃથ્વી પર મસ્તક અડે એ રીતે પંચાંગ નમસ્કાર કરી પ્રભુનાં ચરણોની જેમ ગિરિને નમસ્કાર કરવો. પછી તે જ સ્થાને સંઘનો પડાવ કરી સદ્ભક્તિ વડે શોભતા સંઘપતિએ તે દિવસે ઉપવાસ કરવો અને સ્નાન કરી વસ્ત્રાલંકાર ધારણ કરી, પત્ની સહિત દેવાલયમાં મનોહર સ્નાત્રપૂજા કરવી.
પછી સંઘ સાથે સુવર્ણનું ધૂપધાણું ધારણ કરી, મંગલધ્વનિ સહિત ધવલ ગીતોનાં ઉચ્ચાર કરવાપૂર્વક યાચકોને દાન આપતાં શ્રી શત્રુંજયગિરિની સન્મુખ થોડું ચાલી, ત્યાં ભૂમિ ઉપર મોતીનો કે ચોખાનો એક સ્વસ્તિક કુંકુમમંડલ ઉપર કરવો અને ત્યાં પૂજા ઉત્સવ કરવો. ત્યારબાદ ભુજેલા, રાંધેલા કે તૈયાર કરેલા નૈવેદ્યોથી, રૂપા તથા સુવર્ણથી અને વસ્ત્રાલંકાર તથા પુષ્પમાલાથી પ્રથમ પૂજન કરવું. પછી સાધમિક વાત્સલ્ય, સંઘપૂજા અને દેવાલયમાં સંગીત-નૃત્યાદિ કરવા. તે સમયે બીજા પણ શુભ ભાવનાવાળા આત્માઓએ વસ્ત્રાલંકાર અને પુષ્પમાલાઓથી પત્ની સહિત સંઘપતિને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૫