________________
હે અસુર ! તે જે જીવવધ કર્યો છે, તેનું ફલ તો તને નરકમાં મળશે ! માટે હે દુર્મતિ ! હજી પણ તું જીવહિંસા છોડી દે અને મારી આજ્ઞા માન ! તો તને અભયદાન આપીને હું છોડાવું.' આવા વચનો સાંભળી તે રાક્ષસે કહ્યું, “હે સ્વામી ! આજથી હું તમારી આજ્ઞા માનીશ. એટલે શક્તિસિંહે તેને ભારત પાસેથી છોડાવ્યો. પછી હર્ષથી તે બરટ રાક્ષસે પોતાના ગિરિ ઉપર આદિનાથ પ્રભુ અને અરિષ્ટનેમિ પ્રભુનાં બે ભવ્ય પ્રાસાદો કરાવ્યા તથા જે લોકો આદિનાથ અને નેમિનાથસ્વામીને નમસ્કાર કરે, તેઓનાં ઇચ્છિત મનોરથ પુરવા લાગ્યો. તેથી તે પર્વત કામદતીર્થ નામથી પ્રસિદ્ધ થયો.
- ત્યારબાદ શ્રી નેમિનાથ ભગવંતની પૂજા કરવા માટે ભારતે પોતે કરાવેલાં જિનપ્રાસાદમાં આવ્યા. તે સમયે પાંચમાં દેવલોકના સ્વામી બ્રહ્મદ્ કરોડો દેવતાઓની સાથે ત્યાં આવ્યા અને પૂજા કરતા ભરતને સ્નેહયુક્ત વાણીથી કહ્યું :
“હે ભરતેશ્વર ! તમે સદાકાલ જય પામો. જેમ પ્રથમ તીર્થનાયક શ્રી ઋષભદેવ સ્વામી છે, તેમ પ્રથમ તીર્થપ્રકાશક સંઘપતિ તમે થયા છો. આ ઉજજયંત ગિરિ ઉપર તમે શ્રી નેમિનાથસ્વામીનું નવીન મંદિર કરાવ્યું છે, તેથી તમે મારે વિશેષ માન્ય છો. કારણ કે.. | ‘પૂર્વે ગઈ ઉત્સર્પિણીમાં થયેલા સાગર નામે પ્રભુનાં મુખકમલથી મારી અગાઉ થઈ ગયેલા બે બ્રહ્મક્કે આ પ્રમાણે સાંભળ્યું હતું કે, “આવતી અવસર્પિણીમાં બાવીસમાં ભાવી તીર્થકર શ્રી નેમિનાથના ગણધરપદને પામીને તમે મોક્ષે જશો.” તે સાંભળી હર્ષ પામેલા તેમણે પોતાના કલ્પમાં નેમિનાથ પ્રભુની મૂર્તિ કરાવી હતી. ત્યારથી તે મુર્તિનું અમે પૂજન કરીએ છીએ. વળી ભાવી બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણકો અહીં થવાના છે, એમ જાણી અમે સદા અહીં આવીએ છીએ. આજે શ્રી ઋષભદેવ ભગવંતના પુત્ર અને ચક્રવર્તી એવા તમને અહીં જોવાથી અમારે મંગલિક થયું છે. આ પ્રમાણે કહી, નેમિનાથ પ્રભુને ભક્તિથી નમી અને સંઘની આરાધની કરી બ્રહ્મન્દ્ર પોતાના કલ્પમાં ગયા.
ત્યાર પછી એક માસને અંતે ભરત ચક્રવર્તી આનંદપૂર્વક દેવો તથા સંઘ સાથે તે સ્વર્ણગિરિના શિખર ઉપરથી નીચે ઉતર્યા. પછી શક્તિસિંહના આગ્રહથી ભરત રાજાએ વિવિધ લોકોથી ભરપૂર અને સમૃદ્ધિ વડે સ્વર્ગપુરી જેવા તેના “ગિરિદુર્ગ નગરમાં પ્રવેશ કર્યો. ત્યાંના જિનપ્રાસાદમાં ઋષભપ્રભુની પૂજા કરી અને અઢાઈ ઉત્સવ કર્યો. પછી ભરતે ચતુરંગસેના અને સંઘ સહિત ત્યાંથી પ્રયાણ કર્યું. માર્ગે આગળ ચાલતાં ચાલતાં પણ ભરત પોતાની ડોકને વાંકી વાળીને રૈવતાચલગિરિને જોવા લાગ્યા અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા :
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૫