________________
અગ્નિહોત્રી માહણ (બ્રાહ્મણ) કહેવાય. કેટલાકોએ તે ચિતાની ભસ્મને ભક્તિથી વંદન કર્યું અને શરીરે લગાવી. તે કા૨ણે ભસ્મથી શોભતા શરીરવાળા તેઓ તાપસો કહેવાયા. સિંહનિષધા પ્રાસાદની સ્થાપના :
•
ત્યારબાદ તે ચિતાસ્થાનમાં ત્રણ મોટા સ્તૂપો કરીને સર્વ ઇન્દ્રોએ નંદીશ્વર દ્વીપે જઇ પ્રભુનાં નિર્વાણ કલ્યાણકને અનુલક્ષીને અષ્ટાર્લિક ઉત્સવ કર્યો. ત્યાંથી પોતપોતાના સ્થાને આવી, તે સર્વે દેવો, હૃદયમાં પ્રભુનું સ્મરણ કરતા વિઘ્નની શાંતિ માટે ભગવંતનાં અસ્થિનું પૂજન કરવા લાગ્યા. અહીં ચિતાની નજીકની ભૂમિ ૫૨ ભરત રાજાએ વáકિરત્ન પાસે એક સુંદર પ્રાસાદ કરાવ્યો. ત્રણ કોશ ઊંચા અને એક યોજન લાંબા પહોળા તે પ્રાસાદને તોરણોથી મનોહર ચાર દ્વાર રચાવ્યાં. તેની અંદર પીઠિકા, દેવચ્છંદ અને વેદિકા બનાવ્યા. તેમાં સુંદર પીઠિકા પર કમલાસન પર રહેલી અને આઠ પ્રાતિહાર્ય સહિત રત્નમય ચાર શાશ્વત અહંતોની પ્રતિમાઓ સ્થાપન કરી દેવચ્છંદ ઉપર પોતપોતાના માન, લંછન તથા વર્ણસહિત ચોવીસ પ્રભુની મણિરત્નમય પ્રતિમાઓ ભરાવી. ત્યાં પ્રત્યેક પ્રતિમાની ઉપર ત્રણ છત્રો, ચામરો, ધ્વજાઓ તેમ જ તે પ્રભુની આરાધના કરનારા યક્ષો અને કિન્નરોને સ્થાપિત કર્યા. ત્યારબાદ ત્યાં ભરતે પોતાના પૂર્વજોની, બંધુઓની તેમ જ બ્રાહ્મી અને સુંદરીની તથા ભક્તિથી નમ્ર એવી પોતાની મૂર્તિ સ્થાપન કરી.
તે વિશાળ મંદિરની ચોમેર ચૈત્યવૃક્ષો, કલ્પવૃક્ષો, સરોવરો, દીર્ષિકાઓ, વાવડીઓ તથા વિશ્રાંતિસ્થાનો કરાવ્યા. મૂલમંદિરની બહાર પ્રભુ શ્રી ઋષભદેવ સ્વામીનો ઊંચો સ્તૂપ તેમણે કરાવ્યો. તેની આગળ પોતાના બંધુમુનિઓના તેમજ અન્ય મુનિઓના મણિમય સ્તૂપો કરાવ્યા અને ચોમેર મનુષ્યોથી દુર્ભેદ્ય એવા લોખંડના દ્વારપાલો કર્યા અને ત્યાં ભરત ચક્રવર્તીની આજ્ઞાથી મંદિરની રક્ષા માટે અધિષ્ઠાયક દેવતાઓ અધિષ્ઠિત કર્યા.
આ પ્રમાણે અષ્ટાપદ પર્વત પર સિંહનિષદ્યા પ્રાસાદને વિધિપૂર્વક કરાવીને ઉત્સવપૂર્વક સાધુમુનિવરો પાસે પ્રતિષ્ઠા સમારોહપૂર્વક કરાવી. ત્યારબાદ પવિત્ર તથા શ્વેત વસ્ત્રો ધારણ કરી ભરતેશ્વરે મંદિરમાં પ્રવેશ કર્યો અને ત્રણ વખત નિસિહી કહીને, પ્રભુની ત્રણવાર પ્રદક્ષિણા કરી. પ્રભુ પ્રતિમાઓનો પવિત્ર જલથી અભિષેક કર્યો, કોમળ વસ્ત્રોથી અંગપૂંછન કર્યું. ત્યારબાદ સુગંધમય ચંદનથી વિલેપન, પૂજા કરી, તેમજ સુગંધી વિવિધ પુષ્પોથી પૂજન કર્યું.
આ રીતે અંગપૂજા કર્યા બાદ ધૂપ કર્યો, મણિપીઠ પર શુદ્ધ અક્ષતોથી અષ્ટમાંગલિકો આલેખીને ફલો પ્રભુજી સમક્ષ મૂક્યા અને મંગલદીપ તથા આરતી ઉતારી. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૨૦