________________
• ચિલ્લણ સરોવર :
તે વખતે ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના સુધમ ગણધરના ચિલ્લણ નામે ઉત્કટ તપસ્વી શિષ્ય લોકોથી વીંટાઇને પશ્ચિમ માર્ગથી ગિરિ પર ચડતા હતા. સર્વ શ્રાવકો દસ યોજન સુધી ચડ્યા, ત્યારે તેમને ઘણી તૃષા લાગી. તેથી તેઓએ ચિલ્લણ મુનિને કહ્યું કે, “હે મહારાજ ! પ્રાણને હરી લે તેવી તૃષા અમને લાગી છે. જલ વિના અમારા પ્રાણ ભગવંતનાં ચરણકમલોનાં દર્શન વિના અત્યારે જ ચાલ્યા જશે.' આ પ્રમાણે યાત્રિક લોકોને મ્યાન થયેલા જોઇ, તે તપસ્વી મુનિએ તેમને પાણીનું સ્થાન બતાવ્યું. તે જોઇને તેઓ બોલ્યા, “હે સ્વામી ! આટલા જલથી અમારી સૌની તૃષા છીપાય તેમ નથી.” તે સાંભળી સંઘનું હિત ઇચ્છતા તે ચિલ્લણ મહર્ષિએ તપોલબ્ધિથી ત્યાં એક સુંદર સરોવર ઉત્પન્ન કર્યું. તે સરોવર જોઈ લોકો ખુશ થયા. આ રીતે સંઘ લોકોનાં આગ્રહથી ચિલ્લણ મુનિએ તપશક્તિથી એ સરોવર બનાવ્યું. તેથી તે સરોવરનું ચિલ્લણ સરોવર એવું નામ પ્રખ્યાત થયું અને તે ઘણું પવિત્ર ગણાય છે. એ સરોવરનાં દર્શનથી, સ્નાનથી, પાનથી અને તે જળ વડે પ્રભુને સ્નાત્રાભિષેક કરવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય છે. એનાં જળથી સ્નાન કરી જે પ્રભુનાં ચરણોનું પ્રક્ષાલન કરે છે. તે પુરુષ એકાવતારી થઈ મુક્તિ પામે છે. આવા પ્રભાવશાળી સરોવરનાં જલનું પાન કરી, સંઘના લોકો સજજ થયા અને તેના શીતલ પવન વડે વિશ્રાંતિ પામેલા સુખેથી પ્રથમ શિખર ઉપર ચડ્યા. • “સર્વતીર્વાવતાર' મહાકુંડનો જીર્ણોદ્ધાર :
આ બાજુ ઉત્તર તરફના માર્ગેથી ગિરિરાજ ઉપર ચડતાં ભરત રાજાએ પથિકજનોના પરિતાપને હરનાર, લક્ષ્મીવિલાસ નામનું એક વન જોયું અને ત્યારે સૂર્ય આકાશમાં મધ્યમાં આવેલો હોવાથી તાપને દૂર કરવા તે સુંદર ઉદ્યાનમાં વાદ્ધકરત્ન પાસે ત્યાં સંઘનો પડાવ કરાવ્યો.
યાત્રિકો ત્યાં હર્ષથી ખેલવા લાગ્યા અને ભરત ચક્રવર્તી પણ શક્તિસિંહને સાથે લઈ તે લક્ષ્મીવિલાસ વનમાં ગયા. ત્યાં તેમણે એક કુંડ જોયો. તે કુંડ શતપત્ર વગેરે વિવિધ જાતિના કમલોથી અને હંસોથી મનોહર લાગતો હતો. તે જોઇને આનંદ પામેલા ચક્રવર્તીએ શક્તિસિંહને તે મનોહર કુંડના પ્રભાવ વિષે પૂછયું. ત્યારે શક્તિસિંહે કહ્યું, “સ્વામી ! એક વખત આપના પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવંત અહીં પધાર્યા હતા. ત્યારે હું પણ અહીં આવ્યો હતો. પ્રભુને મેં આ કુંડનું માહાભ્ય પૂછ્યું હતું. ત્યારે પ્રભુએ કહેલું કે હું કહું છું, કે...
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૭