________________
વરદાન, અક્ષમાળા, ચક્ર અને પાશ તથા ચાર ડાબી ભુજાઓમાં ધનુષ્ય, વજ, ચક્ર અને અંકુશ ધરનારી અપ્રતિચક્ર ચક્રેશ્વરી નામે શાસનદેવી તે તીર્થની રક્ષણ કરનારી થઇ.
પછી શુભ દિવસે બાહુબલિ મુનિ, શ્રીનાભગણધર, નમિ-વિનમિ અને આચાર્યદેવો તેમજ ઇન્દ્રાદિક દેવો ત્યાં ભેગા થયા. ગુરુમહારાજે સૂચવેલાં અંજનશલાકા વિધિમાં જોઇતા સર્વ ઉપકરણો ઇન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવોએ ભક્તિપૂર્વક તુરત જ ત્યાં હાજર કર્યા. શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે મહર્ષિઓએ શાંતિકર્મપૂર્વક ચૈત્યોમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. સૂરિમંત્રથી અભિમંત્રિત કરેલ પવિત્ર વાસપૂર્વકના અક્ષતો ધ્વજાદંડ અને પ્રતિમા ઉપર હર્ષથી નાખ્યા. તે સાથે સંઘે પણ વાસચૂર્ણનો ક્ષેપ કર્યો. આ પ્રમાણે કરેલા પ્રતિષ્ઠા મહોત્સવથી સર્વ અધિષ્ઠાયક દેવો પ્રત્યક્ષપણે ત્યાં આવીને રહ્યા.
ત્યારપછી ચક્રવર્તીએ મંત્રોચ્ચારપૂર્વક સુવર્ણ-રત્નમય કલશો વડે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કર્યો. સુગંધી કપૂર, અગરૂ, કસ્તૂરી અને ચંદનાદિથી પ્રભુની પ્રતિમાને વિલેપન કર્યું. વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોથી સર્વ ઇન્દ્રોએ અને ચક્રવર્તી વગેરેએ પ્રભુની પૂજા કરી. ત્યારબાદ ધૂપ, દીપ, પૂજા કરીને અક્ષત, ફળ, નૈવેદ્ય વિગેરે પ્રભુની આગળ ધર્યા. પછી ભરતેશ્વરે પ્રભુ સમક્ષ આરતી, મંગલદીપ ઉતાર્યા. આ રીતે અંગ તથા અગ્રપૂજા કરી પરમ હર્ષ પામેલા ભરતેશ્વરે બે હાથ જોડી ભાવપૂજારૂપી આ પ્રમાણે સ્તુતિ કરી :
હે નાથ ! બુદ્ધિરૂપ ધનથી રહિત હું ક્યાં ? અને ગુણના સાગર આપ ક્યાં ? તો પણ આપની ભક્તિથી વાચાળ થયેલો હું યથાશક્તિ આપની સ્તવના કરું છું -
હે જગપૂજય આપ અનંત, અનાદિ અને અરૂપી છો. યોગીઓ પણ આપના યથાર્થ સ્વરૂપને જાણી શકતા નથી.
હે અનંતજ્ઞાનરૂપ માહાભ્યના સાગર, ચારિત્રમાં ચતુર અને જગતમાં દીપકરૂપ એવા હે પ્રભુ ! આપને અમારા નમસ્કાર હો.
હે શત્રુંજયતીર્થના શિરોરત્ન ! શ્રી નાભિરાજાના કુળમાં સૂર્યરૂપ પ્રભુ ! આપને નમસ્કાર હો.
હે નાથ ! હું સ્વર્ગસુખને, મોક્ષને કે માનવલક્ષ્મીને માંગતો નથી, પણ આપનાં ચરણકમળો સદા મારા હૃદયમાં વસો, એવી આપની પાસે હું યાચના કરું ચું.'
આ પ્રમાણે ભક્તિથી પ્રભુની સ્તુતિ કરી, પંચાંગ પ્રણામ કર્યા. પછી આ અવસર્પિણી કાળમાં પ્રથમ સિદ્ધ થયેલા ઋષભદેવ ભગવંતની માતા શ્રી મરૂદેવાની પૂજા કરીને સ્તુતિ કરી કે, “આ વિશ્વને અંતરંગ શત્રુઓથી પરાભવ પામતું જોઈ સર્વ જગતને અભય આપનાર જગત્પતિ ઋષભદેવને પોતાના ઉદરમાં ધારણ કરનાર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૦