________________
જે પ્રાણી શુભાશય વડે સાતક્ષેત્રમાં સદ્દવ્યરૂપી બીજ વાવી, આદરપૂર્વક તેનું સિંચન કર્યા કરે છે, તે લોકાગ્રને પામે છે. તે સાત ક્ષેત્રોમાં ૧. જિનમંદિર, ૨. જિનબિંબ અને ત્રીજું ક્ષેત્ર - જિનાગમ છે.
સમ્યગૃજ્ઞાન વિના આત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે અને સમ્યગુજ્ઞાનથી આત્મા મોક્ષસુખને પામે છે. તે સમ્યજ્ઞાન શ્રી જિનેશ્વરદેવના આગમ - સિદ્ધાંતની આરાધનાથી પ્રાપ્ત થાય છે. તે આરાધના દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે થાય છે. તેમાં દ્રવ્ય આરાધના - શ્રુતની જેમાં સ્થાપના છે, તે શ્રુતજ્ઞાનના પુસ્તકોને સારા પોથીબંધનો, સારા પાઠા, સુંદર દોરી, પાનાની રક્ષા થાય, તેવું વીંટણું (કવળી) કરવાથી, તેમ જ જ્ઞાન પાસે દીપક, ધૂપ, અષ્ટમંગલ, સંગીત, ફળ, પુષ્પ, અક્ષત ધરવા ઇત્યાદિ રીતે પૂજા કરવાથી થાય છે અને સમ્યગ્રજ્ઞાન સાંભળવું, તે પર શ્રદ્ધા રાખવી, ભણવું, ભણાવવું અને જ્ઞાન ભણનારાઓની ભક્તિ કરવી એ જ્ઞાનનું ભાવ-આરાધન કહેવાય છે.
આ પ્રમાણે કરેલી જ્ઞાનની આરાધના સંસારની જડતાને નાશ કરનારી અને કેવળજ્ઞાન આપનારી થાય છે. • ચતુર્વિધ સંઘ સ્વરૂપ અન્ય ચાર ક્ષેત્ર (૪ થી ૭) :
ચતુર્વિધ સંઘની પૂજા અને ઉપાસના લોકોત્તર સુખ આપનારી છે. જેને ઘેર સંઘ આવે, તેના હાથમાં ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થઇ છે, આંગણે કલ્પવૃક્ષ ફળ્યું છે, આગળ કામધેનુ રહેલી છે. એમ સમજવું. જેના આંગણામાં ચતુર્વિધ સંઘ આવે છે, તેનું કુલ નિષ્કલંક થાય છે. સંઘના ચરણની રજ જે મસ્તકે સ્પર્શ કરે છે, તે પવિત્ર પુરુષને તીર્થસેવાનું ફળ મળે છે. ફળ, મુખવાસ, વસ્ત્ર, ભોજન, ચંદન અને પુષ્પોથી જે સંઘની પૂજા કરે છે, તે આ માનવજન્મનું ફળ પ્રાપ્ત કરે છે. “હે ભરત ચક્રવર્તી ! આ સાત ક્ષેત્રો જૈનશાસનમાં સદા ફળદાયક છે. તેમાં જો ભક્તિપૂર્વક પોતાની સંપત્તિના દાનરૂપ બીજ વાવેલું હોય તો તેમાંથી નિર્વિને ઉદયકારી ફલ પ્રાપ્ત થાય છે.”
આ પ્રમાણે દેશના – અમૃતને સાંભળી ભરતેશ્વર ખૂબ હર્ષિત થયા. પછી વંદન કરી, વાણીનું સ્મરણ કરતાં પોતાના સ્થાનકે ગયા. ત્યાં જમી, આરામ કરી, ઉઠીને સોમયશા, શક્તિસિંહ અને સુષેણ વગેરેના પરિવારની સાથે શક્રેન્દ્રના આવાસમાં આવ્યા. ત્યાં શક્ર અને ભરત ચક્રવર્તી બંને એક આસન ઉપર બેઠા. બંનેની વચ્ચે અનેક પ્રાસંગિક વાતો ચાલતાં સમય જોઈ ઇન્દ્ર મહારાજે ભરતને કહ્યું કે, “ભગવાન શ્રી ઋષભદેવ સ્વામી અમારા પૂજય છે, તેમના અમે સેવકો છીએ અને તે પ્રભુના પુત્ર તમે ચક્રવર્તી છો, ચરમશરીરી છો, તીર્થનો ઉદ્ધાર કરનારા તથા સંઘના અધિપતિ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૩