________________
મુનીશ્વરે કહ્યું કે, “જ્યારે હું તમારી સાથે યુદ્ધ કરવા આવ્યો હતો, તે વખતે નમિ, વિનમિ અને હું તમારાથી જીતાયા. તેથી વૈરાગ્ય પામીને તરત જ મારા પુત્રને રાજય આપી, મેં પ્રભુની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કર્યું છે. ત્યારથી હું નિત્ય એમની સેવા કરું છું.” તે સાંભળી ભરતે પૂછ્યું, “ભગવન્! હમણાં પિતાશ્રી ઋષભદેવ ભગવંત
ક્યાં બિરાજે છે ? તેમણે કહ્યું, “તે સંબંધમાં એક કૌતુક બન્યું છે, તે તમે સાંભળો !” • વિધાધર મુનિવર દ્વારા શત્રુંજય માહાભ્ય વર્તન :
હમણાં શ્રી યુગાદિપ્રભુ “શ્રીપ્રભ” ઉદ્યાનમાં પધાર્યા છે. ત્યાં હું પણ સાથે હતો. “અનંત’ નામના નાગકુમારદેવની સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યા અને જગદ્ગુરુને નમીને પ્રશ્ન કર્યો કે, “ભગવન્! સર્વ દેવોમાં આ અનંતના દેહની કાંતિ આટલી અધિક કેમ છે ?'
પ્રભુએ કહ્યું કે, “આજથી પૂર્વે ચોથા ભવે અનંતદેવ આભીર જાતિમાં ઉત્પન્ન થયો હતો. ત્યાં તે નિરંતર મુનિઓને દુઃખ આપતો હતો. ત્યાંથી મૃત્યુ પામી, નરકમાં વિવિધ વેદનાઓને ભોગવી, “સુગ્રામ' નામના ગામમાં કોઢ રોગથી પીડિત બ્રાહ્મણ થયો. એક વખતે તેણે “સુવ્રત' નામના મારા શિષ્ય મુનિને પોતાનાં દેહમાં કોઢ થવાનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે, “પૂર્વ ભવે મુનિરાજને પીડા કરી હતી, તેથી તું કોઢીયો થયો છું.” બ્રાહ્મણે કોઢ રોગના નાશનો ઉપાય પૂછ્યો, ત્યારે મુનિએ કહ્યું કે, “તું ભાવપૂર્વક શત્રુંજયગિરિની સેવા કર. તે તીર્થમાં રાગ-દ્વેષરહિત અને સમતારસ યુક્ત થઈને રહેવાથી પાપકર્મનો ક્ષય કરીને તે રોગથી મુક્ત થઇશ. એ તીર્થના માહાભ્યથી ત્યાં રહેનારા તિર્યંચો પણ પ્રાયઃ પાપમુક્ત અને નિર્મળ હૃદયવાળા થઇને સારી ગતિ પામે છે. એ ગિરિરાજનાં સ્મરણથી સિંહ, અગ્નિ, સમુદ્ર, સર્પ, રાજા, વિષ, યુદ્ધ, ચોર, શત્રુ અને મહામારીના ભયો નાશ પામે છે.”
તીર્થ-મહિમા સાંભળીને એ બ્રાહ્મણ પુંડરીક ગિરિરાજની યાત્રાએ ગયો. ત્યાં મુનિએ કહ્યા પ્રમાણે વર્તવાથી અનુક્રમે તે રોગરહિત થયો અને વિશેષ વૈરાગ્યથી અનશન કરી મૃત્યુ પામી, અદ્દભૂત કાંતિને ધારણ કરનાર આ અનંત નામનો નાગકુમાર દેવ થયો છે. વળી તીર્થસેવાના પ્રભાવથી આ ભવથી ત્રીજે ભવે આ દેવ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્તિસુખ પામશે.
આ પ્રમાણે સાંભળી તે અનંતદેવ શત્રુંજયગિરિ પર ગયો. તેના આગ્રહથી હું પણ તેની સાથે જ તે તીર્થની યાત્રાએ ગયો હતો. ત્યાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરીને ભક્તિથી તીર્થનું સ્મરણ કરતો તે દેવ પોતાનાં સ્થાને ગયો અને હું અહીં આવ્યો છું. આ પ્રાસાદ શ્રી બાહુબલિના પુત્ર સોમયશાએ રચાવ્યો છે. એમ કહી,
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૭