________________
પ્રમાદના હેતુરૂપ વિકથા, કલહ, ક્રીડા અને અનર્થદંડ વગેરે કાંઇપણ પાપ આચરવા નહીં, તેમજ જિનચૈત્યની, સિદ્ધાંતની, સુપાત્રની તથા ગુરુમહારાજની ભક્તિ કરવી. • ઋષભદેવ પ્રભુની વિનીતા નગરીમાં પધરામણી :
પૃથ્વીતલને પવિત્ર કરતા શ્રી આદિનાથ પ્રભુ અનુક્રમે વિનીતા નગરીની નજીક સિદ્ધાર્થ ઉદ્યાનમાં પધાર્યા. ઇન્દ્રાદિક દેવોએ ત્યાં સમવસરણ રચ્યું. ત્યાંના ઉદ્યાનપતિએ ચક્રવર્તીને પ્રભુના આગમનની વધામણી આપી. તે સાંભળી અત્યંત હર્ષથી ભરત ચક્રવર્તીએ તેને બાર કરોડ સુવર્ણ દક્ષિણામાં આપ્યું. ત્યારબાદ પાયદળ, ઘોડાઓ, હાથીઓ, રથો, પુત્રો, સામંતો, સેનાપતિઓ, રાજાઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, ચારણો, બંદીજનો અને ગંધથી પરીવરેલા ભરતેશ્વર પ્રભુને વંદન કરવા નીકળ્યા. પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી, પ્રભુને પ્રદક્ષિણા આપી, ભાવપૂર્વક ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીની આ પ્રમાણે સ્તુતિ કરી :
શ્રી જિનોના અધીશ, કરૂણાના સાગર, સંસારઅટવીથી નિસ્તાર કરનાર છે જંગતવત્સલ સ્વામી ! આપ જય પામો.
લાંબા કાળથી ઉત્કંઠિત એવા મને આપે આજે દર્શન આપ્યું, તેથી હું ધારું છું કે, પૂર્વે કરેલું મારું શુભ કર્મ આજે મને ફળ્યું.
વીતરાગ એવા આપના ચિત્તમાં હું રહું, તે વાત તો કેમ સંભવે ? પણ આપ મારા ચિત્તમાં રહો, તો મારે બીજા કશાની જરૂર નથી.
સુખમાં, દુઃખમાં, નગરમાં, અરણ્યમાં, જલમાં, અગ્નિમાં, રણમાં, દિવસ કે રાત્રિમાં આપ સદા મારા ચિત્તમાં રહો.”
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, પંચાંગ પ્રણામ કરીને ભરતચક્રી યથાસ્થાને બેઠા. ત્યારબાદ પ્રભુએ સર્વ ભાષાને અનુસરતી, એક યોજન સુધી પહોંચે એવી મધુર વાણીમાં ધર્મદેશના ફરમાવી. • શ્રી બાષભદેવ ભગવંતની દેશના :
સુપાત્રમાં દાન, શ્રી સંઘની પૂજા, શાસનની મહાપ્રભાવના, મહોત્સવપૂર્વક તીર્થયાત્રા, શ્રુતજ્ઞાન-સિદ્ધાંતનું આલેખન, સાધર્મિક વાત્સલ્ય, ગુરૂઆગમનનો મહોત્સવ, સમદષ્ટિ અને શુભધ્યાન – આ બધાં પુણ્ય પ્રાપ્તિનાં સ્થાનો છે. તે આત્માને અનંત સુકૃતની પ્રાપ્તિ કરાવે છે.
આ પ્રમાણે દેશના પૂર્ણ થયા પછી ભરતેશ્વરે ભાવપૂર્વક પ્રણામ કરી મધુરવાણીથી શ્રી ઋષભદેવ સ્વામીને પૂછ્યું :
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૨