________________
કે, “હે લોકો ! સર્વે પોતપોતાના સ્ત્રી, પુત્ર વગેરેને લઇને તૈયાર થઈને જલ્દી કિલ્લામાં જાઓ. કેમ કે બાહુબલિ ક્રોધ પામતા કિલ્લાનું બળ પણ નકામું છે. આવી લોકવાર્તા સાંભળીને સુવેગ વિચારમાં પડ્યો કે, “શું આ વાત મારાથી પણ પહેલા અહીં આવી પહોંચી કે જેથી આ લોકો બાહુબલિના સૈન્યનો આટલો બધો ભય રાખે છે ?'
સુવેગ દૂતનું પુનરાગમન :
આમ વિચારતા સુવેગે અયોધ્યામાં ભરત ચક્રવર્તી પાસે આવીને પ્રણામ કર્યા. ત્યારે ભારતે પૂછ્યું, “તું કેમ જલ્દી પાછો આવી ગયો ? મારો ભાઈ બાહુબલિ કુશલ તો છે ને?' સુવેગ પ્રણામ કરીને બોલ્યો, “સ્વામી ! આ પૃથ્વીમાં બાહુબલિનું અકુશલ કરવા કોણ સમર્થ છે? પ્રથમ તો મેં તેમને સામ-નીતિનાં વાક્યોથી હિત સમજાવ્યું. પછી બીજા ઉપાયો પણ કહી બતાવ્યા. તો પણ તેમણે મારું કંઇ માન્યું નહીં. ઉલ્યું, છેલ્લે મને તિરસ્કારપૂર્વક કહ્યું કે, “હે દૂત ! ચાલ્યો જા અને તારા સ્વામીને રાજય તથા જીવિત માટે અહીં મોકલ.” હે પ્રભુ! વિશેષ શું કહું? તેના રાજયના સીમાડામાં વસતા સર્વ લોકો પણ તેની ઉપર સંપૂર્ણ અનુરાગી છે અને તેઓ પોતાનું જીવિત આપીને પણ તેની રાજ્યલક્ષ્મીની રક્ષા કરવા ઇચ્છે છે.'
દૂતનાં વચનો સાંભળી ભરત રાજાએ કહ્યું કે, “મારો નાનો ભાઈ શત્રુરૂપ છે, એ હું જાણું છું. તો પણ હું તેની સાથે યુદ્ધ નહીં કરું. કારણ કે સર્વ દેશોમાં ફરીએ તો પણ પોતાનો ભાઈ કોઈ ઠેકાણે મળતો નથી.
સંપત્તિ, રાજ્ય અને બીજું બધું સર્વ ઠેકાણે મળે છે, પણ ભાગ્ય વિના બંધુ ક્યાંય પણ મળતો નથી. બંધુ વગરનું વિશ્વ ફોગટ છે. જે ધન કે જીવિત, બંધુના ઉપકાર માટે કે રક્ષણ માટે ઉપયોગી થતું નથી, તે ધન નિધનરૂપ (મરણરૂપ) છે.
મને કોઈ ‘આ નિઃસત્ત્વ છે” એમ કહીને હસે, તો ભલે હસે. પણ હું એ મારા નાના ભાઇ બાહુબલિની સાથે યુદ્ધ કરીશ નહીં.'
ભરત રાજાના વચનો સાંભળી ક્રોધ પામેલા સુષેણ સેનાપતિએ ધીર-ગંભીર વાણીથી કહ્યું, “હે સ્વામી ! શ્રી યુગાદિપ્રભુના પુત્ર હોવાથી તમે આ કહો તે યોગ્ય છે. પરંતુ તમે તેની ઉપર સ્નેહ ધરાવો છો, જયારે તે તમારી ઉપર દ્વેષ રાખે છે. માટે હે નરેશ્વર ! પોતાનો સહોદર પણ જો આજ્ઞાનો ભંગ કરતો હોય, તો રાજાએ તેની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. કારણ કે રાજાઓને પોતાની આજ્ઞા જ સર્વત્ર તેજ કરનારી છે. પોતાનાં રાજ્યથી કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગ્વિજય કરે છે, તે લોભથી નહીં, પરંતુ પોતાનાં તેજની વૃદ્ધિ માટે કરે છે. માટે આ કાર્યમાં આપે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૭૫