________________
એમ વિચારીને મહાવિવેકી બાહુબલિએ તે જ મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો અને પશ્ચાત્તાપથી ભરતનરેશ્વરને કહેવા લાગ્યા, “હે યેષ્ઠબંધુ ભરત ! મેં તમને રાજ્ય માટે બહુ ખેદ કરાવ્યો છે. તે મારા દુશ્ચરિત્રની ક્ષમા કરો. હું પિતાશ્રીના માર્ગનો પથિક થઇશ. મને હવે રાજ્યસંપત્તિની સ્પૃહા નથી.'
તે સાંભળી તત્કાળ “સાધુ-સાધુ” એવા શબ્દો બોલતા દેવતાઓએ આનંદથી તે બાહુબલિ રાજર્ષિ ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારબાદ મહાવ્રતો સ્વીકારી બાહુબલિએ વિચાર્યું કે, “અનંત સુખના કારણ એવા પિતાશ્રીનાં ચરણોની સેવા માટે હું તેઓની પાસે જાઉં અથવા અહીં જ રહું? કારણ કે ત્યાં જવાથી મારાથી પહેલા વ્રત ગ્રહણ કરી કેવળજ્ઞાન પામેલા મારા લઘુબંધુઓમાં મારી લઘુતા થશે. માટે અહીં જ રહી ધ્યાનરૂપ અગ્નિથી ઘાતકર્મોને બાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પછી હું પ્રભુની પર્ષદામાં જઇશ.” આ પ્રમાણે વિચારીને બાહુબલિ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહ્યા.
આ પ્રમાણે કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહેલા બાહુબલિને જોઇને તથા પોતાના અઘટિત કાર્યોથી લજ્જિત થયેલા ભરત ચક્રવર્તી જાણે પૃથ્વીમાં પેસી જવા ઇચ્છતા હોય, તેમ નીચે મુખ કરીને, નેત્રોમાંથી આંસુ વહાવતાં લઘુબંધુને પ્રણામ કરીને બોલ્યા, “હે ભ્રાતા ! તમે પ્રથમ યુદ્ધમાં મને જીતી લીધો અને ત્યારબાદ વ્રતરૂપી શસ્ત્ર વડે આ રાગાદિક ભાવ શત્રુઓને પણ તમે જીતી લીધા. તેથી આ જગતમાં તમારાથી અધિક કોઈ બળવાન નથી. તમે જ આપણા પિતાશ્રી ઋષભદેવ ભગવંતના ખરેખરા પુત્ર છો, કે જે પિતાના માર્ગે આ રીતે પ્રવર્યા છો. પણ હે બાંધવ ! મારા અપરાધને ભૂલીને મારા પર પ્રસન્ન થાઓ. મારું આખી પૃથ્વીનું રાજય તમે ગ્રહણ કરો અને હું તમારું સંયમ સામ્રાજ્ય ગ્રહણ કરીશ.” • બાહુબલિના સ્થાને સોમયશાનો રાજ્યાભિષેક :
આ પ્રમાણે બાળકની જેમ વિલાપ કરતા ભરત ચક્રવર્તીને મંત્રીઓએ નિર્મળ વાણીથી બોધ આપીને સમજાવ્યા. ત્યારપછી બાહુબલિના પુત્ર – સોમયશાને આગળ કરી ભરતેશ્વર જિનમંદિરોથી અલંકૃત એવી તક્ષશિલા નગરી તરફ જવા માટે નીકળ્યા.
માર્ગમાં એક ઉદ્યાનમાં અનેક જાતના મણિઓથી રચેલું અને હજાર આરાવાળું ધર્મચક્ર એક પ્રાસાદમાં સ્થાપન કરેલું તેમણે જોયું. તેને નમસ્કાર કર્યા, ત્યારે સોમયશાએ ભરતેશ્વરને કહ્યું, ‘પૂર્વે શ્રી ઋષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં એક રાત્રિએ અહીં પધાર્યા હતા. મારા પિતાને એ સમાચાર મળતાં તેમણે પ્રતિજ્ઞા કરી કે, પ્રાતઃકાલે સર્વ રાજાઓ અને પ્રજાની સાથે મોટા ઉત્સવ સહિત જઈ હું પિતાના ચરણોમાં નમસ્કાર કરીશ.' પછી તેમણે માંચા, અટારીઓ, દુકાનો, શેરીઓ અને
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૪