________________
કરતાં અનુક્રમે ભરતનો સિંહનાદ ઉત્તરોત્તર હીન થવા લાગ્યો અને બાહુબલિનો વધવા લાગ્યો. છેવટે બાહુબલિએ સર્વની સાક્ષીએ ભરતને જીતી લીધો.
ત્યારબાદ મુષ્ટિયુદ્ધ ચાલુ થયું. ભુજાનો આસ્ફોટ કરતા, વારંવાર ચરણપ્રહારથી પૃથ્વીને કંપાવતા તે બંનેનું મુષ્ટિયુદ્ધ થોડીવાર ચાલ્યા પછી ક્રોધથી બાહુબલિએ ભરતચક્રીને હાથમાં લઈ દડાની જેમ આકાશમાં ઉછાળ્યા. ત્યારે ભરત રાજા આકાશમાં ક્યાંય અદ્રશ્ય થઈ ગયા. બંને સૈન્યોમાં હાહાકાર થઈ ગયો. ત્યારે બાહુબલિ વિચારવા લાગ્યા - અવિવેકી એવા મને, મારા બળને, સાહસને, રાજ્યલોભને ધિક્કાર છે. જ્યાં સુધી વડીલબંધુ ભરત પૃથ્વી પર પડી ચૂરો ન થઈ જાય, ત્યાં સુધીમાં હું તેમને અદ્ધરથી જ ઝીલી લઉં. એમ વિચારી ભૂમિ પર પડતા પહેલા ભરતને ઝીલી લીધા. તે વખતે ક્રોધ પામી ભરત નરેશ્વરે ગાઢપણે બાહુબલિના મસ્તક ઉપર મુષ્ટિનો પ્રહાર કર્યો. તેથી મસ્તકમાં આઘાત પામેલા બાહુબલિના નેત્ર ક્ષણવાર મીંચાઈ ગયા. થોડીવારે પાછા સ્વસ્થ થઈ બાહુબલિએ ભરતની છાતીમાં મુષ્ટિનો પ્રહાર કર્યો. તેથી ભરત પૃથ્વી પર સપાટ પડી ગયા. તે વખતે, “અહા ! દુર્મદ એવા મેં આ કેવું કાર્ય આરંભ્ય છે ? જો આ જયેષ્ઠબંધુ ભરત જીવે નહીં તો હું પણ નહીં આવું.' એમ વિચારતાં અશ્રુસહિત બાહુબલિ ભૂમિ પર પડેલા ભરતને સેવકની જેમ ઉત્તરીય વસ્ત્ર વડે પવન નાખવા લાગ્યા.
ક્ષણવાર પછી સંજ્ઞા પ્રાપ્ત થતાં ચક્રવર્તીએ સેવકની જેમ રહેલા બાહુબલિને જોયા, પણ સાથે તેનાથી સંતાપિત પોતાની સ્થિતિ જોઇ તત્કાળ ઉભા થઈ ક્રોધથી લોહદંડથી બાહુબલિના મસ્તક ઉપર ઘા કર્યો. તેનાથી બાહુબલિનો મુકુટ ભાંગીને ભુક્કો થઈ ગયો અને પીડાથી બાહુબલિએ નેત્રો મીંચી દીધા. ક્ષણવારમાં તે પીડાને અવગણી બાહુબલિએ લોઢાના દંડથી ભરતના હૃદય પર પ્રહાર કર્યો. તેથી ભારતનું મજબૂત બપ્પર તૂટી ગયું. પછી ભરતે ફરી દંડથી મસ્તક ઉપર ઘા કર્યો. તે વખતે દંડ લોઢાનો હોવા છતાં ભાંગી ગયો અને બાહુબલિ જાનુ સુધી પૃથ્વીમાં ખૂંપી ગયા... પાછા બહાર નીકળી, ચક્રવર્તીના મસ્તક ઉપર લોહદંડનો ઘા કર્યો, તેથી ભરત ચક્રવર્તી કંઠ સુધી પૃથ્વીમાં પેસી ગયા. થોડીવારે તે વ્યથાને હળવી કરી, ભરત ચક્રવર્તી પૃથ્વીમાંથી બહાર નીકળ્યા.
ત્યારે ભરતેશ્વર વિચારવા લાગ્યા કે, રાજાઓથી ચક્રવર્તી જીતાય નહીં, તે છતાં આ શું થયું ? જેમ એક કાળે બે વાસુદેવ ન થાય, તેમ એક કાળે એક ક્ષેત્રમાં બે ચક્રવર્તી પણ ઉત્પન્ન ન થાય, તેવી શ્રીજિનાગમોની વાણી છે. તે વ્યર્થ પણ કેમ થાય ? તો શું આ બાહુબલિ જ ખરો ચક્રવર્તી હશે ?' એમ વિચારતા હતા તેટલામાં
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૨