________________
ભક્તિ કરી. તેમજ શ્રી સિદ્ધગિરિની નિશ્રામાં ગુરુમહારાજની શુદ્ધ ઉપકરણોથી ભક્તિ કરી અને અનુકંપાદાન આપી અનેક દીન લોકોને આનંદિત કર્યા.
મહીપાલનો માતા-પિતા સાથે મેળાપ :
આ શુભ પ્રસંગે ગુરુમહારાજે મહીપાલને કહ્યું કે, ‘પરમાત્માની પૂજા કરવામાં જે પુણ્ય થાય છે, તેનાથી પ્રભુની પ્રતિમા અને ચૈત્ય કરાવવાથી સેંકડો અને હજારોગણું વધારે પુણ્ય થાય છે તથા પાપી લોકોથી તીર્થની રક્ષા કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે ગુરુમહારાજના વચનો સાંભળી ભક્તિથી મહીપાલે એક ઊંચું જિનમંદિર ત્યાં કરાવ્યું અને અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો. ત્યારબાદ ગુરુમહારાજ સાથે તેઓ ત્યાંથી રૈવતાચલ પર આવ્યા. ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણની પૂજામાં તત્પર થઇ, ઘણા ઉત્સાહથી ત્યાં પણ અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો.
ત્યાં રહેલા સૂર્યમલ્લ રાજાને સમાચાર મળ્યા કે, ‘પોતાના પુત્રો મહાન ઉત્કર્ષને મેળવી પત્ની સહિત અહીં આવેલા છે.’ એટલે હર્ષ પામી તરત જ તે તેઓની સન્મુખ આવ્યા. પિતાને જોઇને ભક્તિથી ભરપૂર એવા બંને કુમારો આદરથી પિતાના ચરણોમાં નમી પડ્યા. રાજાએ પોતાના બંને પુત્રોને ઉભા કર્યા, પરસ્પર આલિંગન કર્યું. તે સમયે બધાને અત્યંત હર્ષ થયો.
ત્યારબાદ પોતાના પુત્રોની સાથે હાથી ઉપર બેસી યાચકોને દાન આપતાં આપતાં સૂર્યમલ્લ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. પછી સુવર્ણ, હાથી અને ઘોડા વગેરે આપવા વડે રત્નકાંતિ અને રત્નપ્રભ વિદ્યાધરનો સત્કાર કરી, પરિવાર સાથે પ્રીતિપૂર્વક પોતાને સ્થાન જવા માટે તેમને વિદાય કર્યા. તે જ દિવસે વયથી પોતે મોટો હોવા છતાં દેવપાળે, ‘મહીપાલ ગુણથી મોટો છે, માટે એને રાજ્ય આપો.' એમ કહેવાથી સૂર્યમલ્લ રાજાએ લઘુપુત્ર મહીપાલકુમારને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો.
મહીપાલકુમાર ન્યાય વડે પ્રજાને પાળવા લાગ્યો. તેની ધર્મરુચિના પ્રભાવે પૃથ્વી ઉપર અન્યાય, શત્રુનો ભય, દુષ્કાળ કે રોગનો સંભવ તદ્દન નાશ પામી ગયો. મેઘો વાંછિત વૃષ્ટિ કરવા લાગ્યા. પવન તાપને અટકાવવા લાગ્યો અને વૃક્ષો પૂર્ણ રીતે ફળ આપવા લાગ્યા. પ્રિયાને સાથે લઇ આકાશગામિની વિદ્યા વડે મહીપાલ રાજા હંમેશા શાશ્વત અને અશાશ્વત ચૈત્યોમાં જઇ પરમાત્માની પૂજા કરતો. શત્રુંજય અને ઉજ્જયંત વગેરે તીર્થસ્થાનોમાં તથા અનેક ગામ, નગર અને ઉદ્યાનોમાં તેણે નવા જિનમંદિરો કરાવ્યાં.
મહીપાલ રાજા ચોરાશી કિલ્લાબંધ નગરો, તેટલા જ બંદરો તથા એક લાખ અને બત્રીસ હજા૨ ગામોનો સ્વામી બન્યો. સાત લાખ ઘોડા, સાતસો હાથી અને સાતસો ૨થનો સ્વામી થયો. આ રીતે ચારસો વર્ષ સુધી રાજસમૃદ્ધિ ભોગવી છેવટે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૫