________________
આસનો ઉપર બેઠા. ત્યારબાદ બીજાઓ પણ પોતપોતાના સ્થાને બેઠા. પછી રાજ્યાભિષેકનો વિધિ શરૂ થયો.
તેમાં સૌપ્રથમ ચારણોએ ભરતેશ્વરને વિધિપૂર્વક મંત્રસ્નાન કરાવ્યું. પછી આભિયોગિક દેવોએ તીર્થોમાંથી લાવેલ શુદ્ધ જલ વડે અભિષેક કર્યો. પછી બત્રીશ હજાર રાજાઓ, ગોત્રવૃદ્ધો, સેનાપતિ આદિએ ભરત મહારાજાને અભિષેક કર્યો. ત્યારપછી ભરતેશ્વરે ઉજજવલ વસ્ત્રો ધારણ કર્યા. દેવોએ ઈન્ડે આપેલો ઋષભદેવ ભગવંતનો મુગટ ભરતેશના મસ્તક પર પહેરાવ્યો અને શુદ્ધ મોતીનો ગૂંથેલો હાર કંઠમાં પહેરાવ્યો. ત્યારબાદ અન્ય સર્વ અલંકારો પહેરાવ્યા. સર્વાગે આભૂષણો ધારણ કર્યા પછી ભરતેશ્વર તે રત્નમય સિંહાસન ઉપરથી ઉભા થયા. ગજરત્ન ઉપર આરૂઢ થઈ મહેલમાં આવ્યા. ત્યાં ફરીથી શુદ્ધ જલથી સ્નાન કરી પરમાત્માની પૂજા કરી. ત્યાર પછી અઠ્ઠમ તપનું પારણું કર્યું. તે વખતે વિવિધ દેશોમાંથી આવેલા રાજાઓએ, દેવોએ, વિદ્યાધરોએ બાર વર્ષ સુધી ભરત ચક્રવર્તીનો રાજ્યાભિષેક મહોત્સવ કર્યો. • ભરત ચક્રવતીનો રાજભવ :
ભરત ચક્રવર્તીને ૧૪ રત્નો, ૯ નિધિ, ૧૬ હજાર યક્ષો, ૩૨ હજાર રાજાઓ, ૬૪ હજાર સ્ત્રીઓ હતી. ૩૬૦ રસોઇયા, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ રથ, ૮૪ લાખ ઘોડા, ૯૬ કરોડ પાયદળ હતું. ૯૬ કરોડ ગામ, ૩૨ હજાર દેશ, ૭૨ હજાર ઉત્તમ નગરો, ૯૯ હજાર દ્રોણમુખ, ૪૮ હજાર પત્તન, ૨૪ હજાર કર્બટ, ૨૪ હજાર મડંબ, ૨૦ હજાર આકરો (ખાણો), ૧૬ હજાર ખેટ, ૧૪ હજાર સંબોધનો, પ૬ અંતર્લીપ, ૩૬ હજાર તટ, ૪૯ કુરાજ્યો અને ભરત ક્ષેત્રના બીજા પણ સર્વ ક્ષેત્રો ઉપર તેમનું શાસન ચાલતું હતું. નીતિને જાણનાર વિશ્વભર, શ્રીધર, સુબુદ્ધિ, બુદ્ધિસાગર નામે ચાર મુખ્યમંત્રી હતા. તે સિવાય બીજા પણ ૧૦૮ ઉત્તમ મંત્રીઓ હતા. ત્રણ કરોડ સચિવો હતા. સુષેણ આદિ ચાર મુખ્ય સેનાપતિઓ હતા. સાડા ત્રણ લાખ મનુષ્યના વૈદ્યો હતા. ૧ લાખ ગજવૈદ્યો હતા, ૩ લાખ અવૈદ્યો હતા, ૭ લાખ મુખ્ય પંડિતો હતા તથા ધનુર્વેદ જાણકાર, જ્યોતિ શાસ્ત્ર જાણકાર બીજા ઘણા વિશિષ્ટ વ્યક્તિઓ હતા. તેમાંથી કેટલાક તો ઋષભદેવ પ્રભુની પાસેથી જ ભણેલા હતા.
આવી ઋદ્ધિ - સમૃદ્ધિમાં મગ્ન બનેલા ભરતેશ્વરને એક વખત પોતાના સર્વ સ્વજનોને મળવાનું મન થયું. તેથી સૌને પ્રેમપૂર્વક બોલાવીને ભરતેશ્વરે પ્રીતિથી સત્કારાદિ કર્યા. તેમનું કુશલ પૂછ્યું. તેમાં અનુક્રમે સુંદરીને કરમાએલી કમલિની જેવી જોઈ, ભરત રાજાએ કોપથી સેવકોને કહ્યું, “અરે ! સેવકો શું આપણા ઘરે કાંઈપણ ખાવાનું નથી ? કે તમે આ સુંદરી તરફ શું નિરાદરવાળા છો ? કે કોઈ
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૬૯