________________
• દષ્ટિવિષ સર્પ બન્યો ઇશાનેન્દ્ર..!
મહાવિદેહ ક્ષેત્ર, પશુગ્રામ, સુશર્મા નામે મૂર્ખ શિરોમણિ, અતિદરિદ્ર બ્રાહ્મણ હતો. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતા. નગરમાંથી ભીખ લાવીને તે જેમ તેમ નિર્વાહ કરતો હતો. એક વખત આખા ગામમાં ભીખ માંગવા છતાં તેને કાંઈ પણ મળ્યું નહીં. તેથી કંટાળીને ખાલી પાત્રે તે પાછો ઘેર આવ્યો. તેથી તેની પત્ની ખૂબ ગુસ્સે થઈ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત ન થઈ. એટલે સુશર્માને પણ ક્રોધ આવ્યો અને બાજુમાં પડેલ પત્થર ઉપાડી તેને માથામાં માર્યો. પત્થર મર્મસ્થાનમાં વાગવાથી તે સ્ત્રી થોડીવારમાં મરણ પામી. આ જોઈ પુત્ર-પુત્રી કહેવા લાગ્યા, અરે ! તમે અમારી માતાને કેમ મારી નાંખી ?'
આ વચનથી ક્રોધાવિષ્ટ થયેલ બ્રાહ્મણે તે બંનેને પણ મારી નાંખ્યા. પછી ભયભીત થયેલો તે વિપ્ર બહાર નીકળ્યો. રસ્તામાં ગાયથી સ્કૂલના પામ્યો એટલે ક્રોધથી ગાયને પણ મારી નાંખી. આ રીતે ઘોર કૃત્ય કરવાથી તેને પકડવા રાજપુરુષો તેની પાછળ પડ્યા. આથી ભયનો માર્યો ત્યાંથી ભાગતાં એક ખાડામાં પડી ગયો. ત્યાં તીવ્ર વેદના ભોગવી, મૃત્યુ પામી, સાતમી નરકે ગયો. ત્યાંથી મરીને કોઇક જંગલમાં સિંહ થયો. ત્યાંથી ચોથી નરકમાં ગયો. ત્યાંથી ચંડાલ થયો. ત્યાં ફરી ઘોર કર્મ કરી સાતમી નરકે ગયો. ત્યાંથી દષ્ટિવિષ સર્પ થયો.
એક વખત રાફડા પાસે મુનિવર જોયા. તેથી એકદમ ફૂંફાડા મારતો મુનિને ડંખવા દોડ્યો. પણ મુનિ તો જરાય ભયભીત થયા નહીં. આ જોઈ સર્પ વિચારમાં પડ્યો અને મંદમંદ ગતિએ મુનિ પાસે પહોંચ્યો. તે વખતે મુનિરાજ તેમની સન્મુખ બેઠેલા વિદ્યાધરોને શ્રી શત્રુંજય માહાસ્ય કહી રહ્યા હતા. તે વાત સર્પ પણ એકચિત્તે સાંભળવા લાગ્યો. અકામ નિર્જરાથી ભાગ્યયોગે સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પસ્તાવો થયો અને મુનિરાજને ત્રણ પ્રદક્ષિણા દઈ અનશન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મુનિવરે જ્ઞાનથી તેની ઇચ્છા જાણી તેને અનશન કરાવ્યું. ત્યારપછી વિદ્યાધરોએ તેને સિદ્ધગિરિ ઉપર લાવીને મૂક્યો. સર્પ મરણ પામી શુભધ્યાનના યોગે, ગિરિના પ્રભાવે ઇશાન દેવલોકનો ઇન્દ્ર થયો. તે હું અહીં આવ્યો છું. આ મારો સર્પનો દેહ છે. એમ કહી સર્પનું ફ્લેવર બતાવ્યું. પછી ચંદનના કાષ્ઠો ગોઠવી તે સર્પનો અગ્નિસંસ્કાર કર્યો અને તે ભૂમિ ઉપર એક રત્નમય પીઠિકા બનાવી. પછી તે મહાતીર્થને ભક્તિથી પ્રણામ કરી ઇશાનેન્દ્ર સ્વસ્થાને ગયા.
હે ચક્રવર્તી ! શ્રી શત્રુંજયગિરિનું આવું માહાભ્ય પ્રત્યક્ષ જોઇ, તે તીર્થની વારંવાર સ્પર્શના કરી અને ત્યાંથી અન્યત્ર જતા હતા. વચમાં તમારું આ વિશાળ
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૬