________________
આગળ ચાલતાં અનુક્રમે સિંધુ અને મહાસિંધુના દક્ષિણ તટે જઈ, પૂર્વાભિમુખે પોતાનો પડાવ નંખાવ્યો. મનમાં સિંધુદેવીને ધારીને અક્રમ કર્યો. તેથી સિંધુદેવીનું આસન ચલિત થયું. અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી સિંધુદેવી ભેંટણું લઇને ત્યાં આવી અને આકાશમાં રહી “જય-જય' શબ્દ વડે આશિષ આપીને બોલી કે, “હે સ્વામી ! હું આપની દાસી છું. આપની સેવામાં સદા હાજર છું. એમ કહી ૧૦૦૮ રત્નકુંભો, દિવ્ય રત્નસિંહાસન, મુકુટ, બાજુબંધ, કડા, હાર અને કોમળ વસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. તે સર્વ સ્વીકારી સિંધુદેવીને અનુજ્ઞા આપી, ચક્રવર્તીએ અક્રમનું પારણું કર્યું તથા અષ્ટાનિકા ઉત્સવ કરી ચક્રરને બતાવેલા માર્ગે તેઓ આગળ ચાલ્યા.
ત્યાંથી ઈશાન દિશા તરફ ચાલતાં અનુક્રમે બંને ભરતાદ્ધની વચ્ચે પચ્ચીશ યોજન ઊંચા અને પચાસ યોજન પહોળા રૂપામય વૈતાઢયગિરિ પાસે પહોંચ્યા. તે જિનચૈત્યો, મોટા ઉદ્યાનો, વિદ્યાધર અને દેવતાઓના નિવાસો, જલાશયો તથા લાખો ગામોથી ઘણો શોભતો હતો. ત્યાં આવીને તેની દક્ષિણ તળેટીમાં ભરતેશ્વરે પડાવ નાંખ્યો. પછી તેના અધિષ્ઠાયક દેવને મનમાં ધારીને અઠ્ઠમ તપ કર્યો. તપના પ્રભાવથી વૈતાઢ્યપતિનું આસન કંપ્યું. એટલે અવધિજ્ઞાનથી ચક્રવર્તીને આવેલા જાણી, ત્યાં આવી આકાશમાં રહીને ભરતેશ્વરને કહ્યું કે, “હે સ્વામી ! જય પામો. હું તમારો કિંકર છું. પૂર્વ ભક્તોની જેમ મને તમારો સેવક માની આજ્ઞા આપો.” એમ કહી, મણિરત્નના અલંકારો, ભદ્રાસનો અને દેવદૂષ્ય વસ્ત્રો ભેટ ધર્યા. રાજાએ તે સ્વીકારી, પ્રીતિદાન આપી, તેને ત્યાં જ સ્થાપિત કર્યો. પછી અટ્ટમનું પારણું કરીને અઢાઈ ઉત્સવ કર્યો.
ત્યાંથી ચક્રની પાછળ ચાલતાં ભરતચક્રી તમિસ્રા ગુફા પાસે આવ્યા. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારી અઢમ કર્યો. તેના પ્રભાવથી તે દેવે આવીને નમસ્કાર કરીને કહ્યું, “હું અહીં તમારા દ્વારપાળની જેમ રહું છું.' એમ કહી દિવ્ય આભૂષણો, સ્ત્રીરત્નને યોગ્ય ચૌદ તિલકો, દિવ્યમાળાઓ અને દિવ્યવસ્ત્રો ચક્રવર્તીને અર્પણ કર્યા. ચક્રવર્તીએ પણ તેને પ્રીતિદાન આપી વિદાય કર્યા પછી પારણું કર્યું.
ત્યારબાદ ભરતેશ્વરે પોતાના સેનાપતિરત્ન સુષેણને આજ્ઞા કરી કે, “તમે સિંધુનદીની મધ્યમાં રહેલા સિંધુનિકૂટને સાધી આવો.” આ પ્રમાણે આજ્ઞા થતાં અડધા સૈન્યને સાથે લઈ, ચર્મરત્નથી સિંધુ નદી ઉતરીને બર્બર, ભિલ્લ, સિંહલ, ટંકણ, જવન, કાલમુખ, જોનક અને અન્ય અનેક જાતના મ્લેચ્છોને અને બીજા પણ ત્યાં રહેલાઓને લીલામાત્રમાં જીતી લીધા. તેઓની પાસેથી રત્નરાશિ, અશ્વો, રથો અને ગજેન્દ્રો લઈ આવીને ચક્રીને અર્પણ કર્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૦