________________
લાગ્યા. આ જોઇ સેનાપતિ સુષેણ તેઓની સામે આવ્યો. તેનાથી ત્રાસ પામેલા પ્લેચ્છ સૈનિકો દશે દિશામાં ભાગી ગયા. ઘણે દૂર જઈ એક ઠેકાણે બધા ભેગા થયા અને વિચારણા કરીને સિંધુ નદી પાસે આવ્યા. ત્યાં નગ્નપણે નદીની રેતીમાં ચત્તા સૂઈ જઈને પોતાના મેઘકુમાર વગેરે દેવોને સંતુષ્ટ કરવા લાગ્યા. તેથી તત્કાલ તે દેવોના આસન કંપ્યા એટલે તેઓ ત્યાં આવી આકાશમાં રહીને પૂછવા લાગ્યા કે, તમે અમને શા માટે બોલાવ્યા છે ?' સ્વેચ્છાએ કહ્યું કે, “કોઈ મહાબળવાન અમને પરાસ્ત કરી રહ્યો છે. તમે તેને શિક્ષા કરો.' | મેઘકુમાર દેવોએ કહ્યું, “અરે મ્લેચ્છો ! આ તો યુગાદીશ્વર ઋષભદેવ પ્રભુના પુત્ર અને ભરતક્ષેત્રમાં પ્રથમ ચક્રવર્તી થનારા એવા મહાપરાક્રમી ભરતેશ્વર છે. તેમને મંત્ર, તંત્ર, વિષ, શસ્ત્ર, અગ્નિ કે વિદ્યા કોઈપણ વસ્તુ પરાસ્ત કરી શકશે નહીં. તો પણ તમારા આગ્રહથી અમે તેને ઉપસર્ગ કરીશું. એમ કહી તે દેવો અદશ્ય થઈ ગયા.
ત્યારબાદ થોડી જ વારમાં આકાશમાં ઘનઘોર વાદળ ચડી આવ્યા. વિદ્યુતના ઝબકારા થવા લાગ્યા અને મુશલ-સાંબેલા જેવી જલધારાથી મેઘ વરસવા લાગ્યો. તેનું પાણી ચારેબાજુ ફેલાઈ ગયું.
આ ઉપદ્રવ થવાથી સૈન્યની રક્ષા માટે ચક્રવર્તીએ ચર્મરત્ન હાથમાં લીધું. તેમના હસ્તસ્પર્શથી તે ૧૨ યોજન સુધી વિસ્તાર પામ્યું. એટલે આખી સેના તે ચર્મરત્નની ઉપર આવી ગઈ. પછી છત્રરત્ન હાથમાં લીધું. તેથી તે પણ તેટલું જ પહોળું થયું અને છેડાના ભાગથી ચર્મરત્નને મળી ગયું એટલે સમુદ્રમાં વહાણ હોય તેમ તે ચર્મરત્ન જલમાં તરવા લાગ્યું અને છત્રરત્ન ઉપરથી પડતી જલવૃષ્ટિને રોકી તથા કાકિણીરત્નથી અને ચક્રરત્નથી અંધકાર દૂર થયો. વળી ગૃહીરને તત્કાળ ઉત્પન્ન કરેલા ધાન્યથી રસોઈ બનાવી આખી સેના ત્યાં સુખે રહેવા લાગી.
આ રીતે કલ્પાંતકાલની જેમ વરસતા મેઘથી સાત દિવસ પસાર થયા. પછી ભરત રાજાના મનમાં વિચાર આવ્યો કે, “આ કોણ પાપી મને આવો ઉદ્વેગ પમાડે છે ?' તેમના આ ભાવને યક્ષનાયકોએ જાણ્યો. તેથી ચક્રવર્તીના સોળ હજાર યક્ષો કોપથી મેઘકુમાર દેવો પાસે આવી કહેવા લાગ્યા, “અરે તમે આ શું કરો છો ? શું આ ભરત ચક્રવર્તીને તમે જાણતા નથી ? જલ્દી ચક્રવર્તી પાસે આવી તેમના ચરણોનો આશ્રય કરો. શરણું સ્વીકારવાથી તે તમારા મોટા દુર્નયને પણ ક્ષમા કરશે અને જો તમે નહીં માનો તો અમે તેમના સેવકો તમને શિક્ષા કરીશું.” આ સાંભળી મેઘકુમારોએ તત્કાળ વાદળા સંહરી લીધા અને યક્ષોની સાથે ભરતેશ્વર પાસે આવી નમસ્કાર કર્યો એટલે ચક્રવર્તીએ પણ તેમનું સન્માન કરીને રજા આપી. પછી તેઓએ મ્લેચ્છો પાસે આવીને
માહાસ્ય સાર ૦ ૬ ૨