________________
કહ્યું કે, “આ ચક્રવર્તી અમારાથી અજેય છે. માટે તમે શીધ્ર તેમની પાસે જઈ, તેમને પ્રણામ કરો.' દેવોનું આ કથન સાંભળી મ્લેચ્છ રાજાઓએ તરત જ મુખમાં તૃણ લઇ ભૂમિ પર આળોટતા ભરત રાજા પાસે આવી તેમને નમસ્કાર કર્યા તથા ઘણા ઉત્તમરત્નો, ઘોડા, હાથી અને સુવર્ણ ભેટ ધર્યું. ભરતે પણ તેમનું સન્માન કરી તેમને જવાની અનુજ્ઞા આપી. તેથી તેઓ પોતપોતાના સ્થાને ગયા, પરંતુ અંતરમાં મત્સરભાવ ધારણ કરી, ક્ષુદ્ર મંત્રોની સાધનાથી ચક્રવર્તીના સૈન્યમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કર્યા. • રાયણ વૃક્ષના પ્રભાવથી રોગશાંતિ :
આ પ્રમાણે ઉપદ્રવ થવાથી સૈન્યમાં રોગચાળો ફેલાયો. તે વૈદ્યોના ઔષધોથી શમ્યો નહીં. તેથી સુબુદ્ધિ નામના મંત્રીએ રાજાને કહ્યું, “રાજન્ ! આ વાતપિત્તાદિ દોષજનિત વ્યાધિ નથી, પણ કોઈ મંત્ર-તંગના દોષથી ઉત્પન્ન થયેલો વ્યાધિ છે. આ વાત ચાલતી હતી તે સમયે બે અતિ તેજસ્વી વિદ્યાધરો આકાશમાંથી ત્યાં ઉતર્યા અને ભરત રાજાને પ્રણામ કરી તેની આગળ બેઠા. તેમને જોઈ ચક્રવર્તીએ પૂછ્યું, તમે કોણ છો ?' તેઓએ કહ્યું, “અમે વાયુગતિ અને વેગગતિ નામના બે વિદ્યાધરો છીએ. અમે તમારા પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરવા ગયા હતા. ત્યાંથી તમને જોવા અહીં આવ્યા છીએ. “સ્વામીના પુત્ર સાથે પણ સ્વામીની જેમ વર્તવું જોઇએ.” તેથી તમને પૂછીએ છીએ કે તમને ક્ષેમકુશળ છે ને ?'
ચક્રવર્તીએ કહ્યું, “મારા સૈન્યમાં મંત્રૌષધિથી પણ અસાધ્ય એવા વ્યાધિઓ અચાનક ઉત્પન્ન થયા છે. તેની ચિંતા છે.”
વિદ્યાધરો બોલ્યા, “હે મહારાજા ! શત્રુંજયગિરિ ઉપર એક રાજાદની (રાયણ)નું વૃક્ષ છે. તે શાકિની, ભૂત અને દુષ્ટદેવોના દોષને હરનારું છે. શ્રી યુગાદીશ પ્રભુ પાસેથી તેનો પ્રભાવ અમે ઘણીવાર સાંભળ્યો છે. તે વૃક્ષના થડની શાખા, માટી તથા પત્રાદિક અમારી પાસે છે. તેને જલથી સીંચી એ જલનો છંટકાવ કરવાથી સર્વ સૈન્ય રોગરહિત થશે. એમ કહી તરત તે પ્રમાણે જલનું સિંચન કર્યું. તેના પ્રભાવથી સર્વ સૈન્ય તત્કાળ નિરોગી થયું. તેથી ભરત રાજાએ તેમનું સન્માન કર્યું. બંને વિદ્યાધરો ક્ષણવારમાં પોતાના સ્થાને ગયા.
સૈન્યને નિરોગી થયેલું જોઈ ભરતેશ્વર હર્ષ પામ્યા અને આનંદથી બોલ્યા : “અહો ! આ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિવરનો મહિમા અચિંત્ય છે. ત્રણ જગતમાં આ તીર્થ જેવું બીજું એકેય તીર્થ નથી. આ તીર્થના ચિંતનમાત્રથી બંને લોકનું સુખ પ્રાપ્ત થાય છે. પૂર્વે પ્રભાસદેવે આ તીર્થનો પ્રભાવ મને કહ્યો હતો, ત્યારે હું એની
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૬૩