________________
અને સુનંદા નામની બે સ્ત્રીઓને પરણ્યા. પરમાત્મા દ્વારા આ રીતે થયેલો પાણીગ્રહણનો વ્યવહાર ત્યારથી હજી સુધી લોકમાં પ્રવર્તે છે. પ્રભુને છ પૂર્વ વર્ષ પૂર્ણ થતાં સુમંગલા દેવીએ ભરત અને બ્રાહ્મી નામે બે સંતાનોને જન્મ આપ્યો. ત્યાર પછી કેટલાક સમય બાદ અનુક્રમે બીજા ઓગણપચાસ પુત્ર યુગલોને જન્મ આપ્યો તથા સુનંદાદેવીએ બાહુબલી અને સુંદરી નામે પુત્ર-પુત્રી યુગલને જન્મ આપ્યો.
કાળ પ્રભાવે કલ્પવૃક્ષો નિષ્ફળ થતા ગયા. તેથી યુગલિકોમાં પરસ્પર તે સંબંધી કલહ થવા લાગ્યો. તેઓએ પ્રભુની પાસે નિવેદન કર્યું. પ્રભુએ કહ્યું કે, ‘જળથી લોકોએ અભિષેક કરેલો જે પુરુષ હોય, તે રાજા થઇને લોકોને શિક્ષા કરી શકે. આ સાંભળીને યુગલીયા જળ લેવા સરોવરમાં ગયા. ત્યારે આસન કંપથી પ્રભુના રાજ્યાભિષેકનો અવસર જાણી ઇન્દ્ર મહારાજાએ ત્યાં આવીને ભવ્ય મંડપ વિકુર્યો. તેની મધ્યમાં મણિમય પીઠ કરીને તેની ઉપર એક સિંહાસન રચ્યું. તેની ઉપર પ્રભુને બેસાડી ઇન્દ્રોએ હર્ષથી જન્માભિષેકની જેમ વિધિપૂર્વક પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. પછી પ્રત્યેક અંગે યોગ્ય આભૂષણોથી તેમને અલંકૃત કર્યા.
આ બાજુ યુગલિકો કમળપત્રમાં જળ લઇને ત્યાં આવ્યા. પણ ત્યાં તેઓએ સર્વ ઐશ્વર્યથી અલંકૃત પ્રભુને જોયા. તેથી વિવેકથી યુગલિકો વિચારવા લાગ્યા કે, ‘જો આપણે પ્રભુના મસ્તક ઉપર અભિષેક કરીશું, તો પ્રભુના શરીર પર કરેલ વિભૂષા વિનાશ પામી જશે.’ આમ વિચારીને તેઓએ પ્રભુના બે ચરણોમાં પોતે લાવેલાં જળથી અભિષેક કર્યો. તે યુગલિકોનો આવો અનુપમ વિવેક જોઇ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા.
ત્યારબાદ ઇન્દ્રે તે યુગલિકોને પ્રભુના રાજ્યમાં અલગ અલગ અધિકારીઓ નીમ્યા તથા યુગલિકોને આ રીતે સ્વયમેવ વિનય ઉત્પન્ન થયેલ હોવાથી ‘વિનિતા’ નામે નગરી રચવાની કુબેરને આજ્ઞા કરી. ઇન્દ્રના આદેશથી કુબેરે બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તારવાળી, આઠ દરવાજાથી શોભતી, મોટા કિલ્લાવાળી અને રત્નમય તોરણોથી ઉજ્જવલ વિનીતા નગરી બનાવી. તેની આસપાસ ફરતો મોટી ખાઇવાળો સુવર્ણનો કિલ્લો રચ્યો. તેની ઉપર મણિમય કાંગરા રચ્યા.
નગરીના મધ્યભાગમાં ચોરસ, ત્રિકોણ, વર્તુળાકાર તેમજ સ્વસ્તિકના આકારવાળા અને સર્વતોભદ્ર આકૃતિના એક માળથી માંડીને સાત માળ સુધીના સાધારણ રાજાઓ માટે રત્નસુવર્ણમય ક૨ોડો પ્રાસાદો રચવામાં આવ્યા. ઇશાન દિશામાં નાભિ રાજા માટે સાત માળનો અને ચાર બાજુ કોટ તથા ખાઇવાળો એક સુવર્ણમય ચોરસ મહેલ રચ્યો. પૂર્વ દિશામાં સર્વતોભદ્ર જાતિનો વર્તુળાકારવાળો સાત ભૂમિનો એક મોટો મહેલ ભરત માટે કર્યો. અગ્નિ દિશામાં તેના જેવો જ એક મહેલ બાહુબલિ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૫૦