________________
કલાપમાં કુશલ, સત્સંગમાં તત્પર, નિર્મલ હૃદયવાળા અને સ્વભાવે શાંત ચિત્તવાળા હતા. શ્રી ઋષભદેવ રાજા આ નગરીમાં રહીને રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પ્રભુના કહેવાથી, તેમણે શીખવેલા કારીગરોએ વિનીતા નગરીની આજુબાજુ બીજા કેટલાક નગરો રચ્યા. લોકોના હિત માટે પ્રભુએ જેની જેવી યોગ્યતા જણાઇ, તેને તે પ્રકારના કળા-શિલ્પાદિ શીખવ્યા. કૃષિકર્મ, સેવક, કુંભાર, વેપારી, અધિકારી, ક્ષત્રિય, સુથાર, સલાટ, સ્વર્ણકાર, ચિત્રકાર, મણિયાર વગેરેની વ્યવસ્થા કરી. પોતાના મોટા પુત્ર ભરતને બહોતેર કળાઓ ભણાવી. તે કળાઓ ભ૨તે પોતાના અન્ય બંધુઓને શીખવી. બાહુબલિને ગજ, અશ્વ, સ્ત્રી, પુરુષોના લક્ષણાદિ શીખવ્યા. સુંદરીને ગણિત શીખવ્યું અને બ્રાહ્મીને અઢાર લિપિઓ જમણા હાથે શીખવી.
આ પ્રમાણે નિર્માયાવી પ્રભુએ વિશ્વસ્થિતિનું નિર્માણ કરી, સર્વ લોકોને વિવિધ કાર્યોમાં જોડી દીધા. પ્રભુએ વિનીતા નગરીમાં રાજ્ય કરતાં જ્યાશી લાખ પૂર્વ વર્ષો પસાર કર્યા. હવે એક લાખ પૂર્વનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે પ્રભુના ભાવને અનુસરી, પોતાનો આચાર જાણનારા લોકાંતિક દેવો ‘જય-જય’ શબ્દ ઉચારતાં ત્યાં આવ્યા. પ્રભુને પ્રણામ કરીને તેઓએ કહ્યું, ‘હે પ્રભુ ! મુક્તિમાર્ગ બતાવો. ધર્મસ્થાપના કરો.' આમ કહી, પોતાનું કૃત્ય કરી, પોતાનાં સ્થાને ગયા.
ત્યારબાદ ઋષભદેવ પ્રભુએ મોટા પુત્ર ભરતને વિનીતાનું રાજ્ય સોંપ્યું. તેમજ બાહુબલિ વગેરેને પોતપોતાના નામથી અંકિત દેશો વહેંચી આપ્યા. આ રીતે રાજ્યભારનો ત્યાગ કરી, પ્રભુએ સાંવત્સરિક દાન આપવાનો આરંભ કર્યો. પ્રભુ સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી એક કરોડ અને આઠ લાખ સુવર્ણનું દાન આપતા હતા. આમ, એક વર્ષમાં ત્રણસો અઠ્યાસી કરોડ, એંશી લાખ સુવર્ણનું દાન પ્રભુએ આપ્યું. ત્યારથી માંડીને દાનધર્મ આ જગતમાં પ્રવર્તો.
ત્યારબાદ પવિત્ર ચૈત્ર વદ અષ્ટમીના દિવસે (ગુજરાતી ફાગણ વદ ૮) સાંજના સમયે કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાઓ સાથે શકટ ઉદ્યાનમાં પ્રભુએ સર્વવિરતિ સામાયિક ઉચ્ચર્યું. તે અવસરે સર્વ સંશી પ્રાણીઓના મનના પર્યાયોને સૂચવનારું મન:પર્યવ નામે ચોથું જ્ઞાન જગત્પતિને ઉત્પન્ન થયું. પ્રભુ સંયમી બનીને પૃથ્વી પર વિચરવા લાગ્યા. નાસિકા ઉપર પોતાના બે નેત્રો સ્થાપન કરી, સર્વ ઇન્દ્રિયોનો રોધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં નિરંતર મૌનપણે પ્રભુ રહેતા હતા.
અક્ષયતૃતીયા પર્વ :
તે કાળે મુગ્ધ યુગલિકો નિર્દોષ આહાર-પાણી આપવાની વિધિને જાણતાં નહિ હોવાથી અને પ્રભુએ પોતે પૂર્વના કોઇક ભવમાં બાંધેલુ અંતરાયકર્મ ઉદયમાં શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૫૨