________________
પાસે આવીને ઊભા છે.” રાજાએ એમને અંદર આવવાની સંમતિ આપી એટલે દ્વારપાળે એ બંને પુરુષોને અંદર મોકલ્યા.
પ્રથમ શમકે પ્રણામ કરી કહ્યું કે, “હે દેવ ! પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેની આપને વધામણી આપવા હું આવ્યો છું. પુરિમતાલ નગરના શકટાનન નામના વનમાં ઇન્દ્રોએ મળીને પ્રભુનું સમવસરણ રચ્યું છે. સર્વ દિશાઓમાંથી નરનારી, દેવ-દેવીઓ ત્યાં આવી રહ્યા છે. આ રીતે શમકે કહ્યા પછી, યમક નામના પુરુષે ભરત મહારાજાને પ્રણામ કરીને કહ્યું, “હે દેવ ! સૂર્યના બિંબ જેવું ફૂરાયમાન પ્રભાથી પ્રકાશતું, હજાર આરાવાળું ચક્રરત્ન શસ્ત્રશાળામાં ઉત્પન્ન થયું છે. તેની આપને હું વધામણી આપું છું. આ રીતે બંનેની વધામણી સાંભળી ભરત મહારાજા હર્ષિત થયા અને તેઓને યથાયોગ્ય દાન આપી સંતુષ્ટ કર્યા.
આ બંને પ્રસંગો એકસાથે પ્રાપ્ત થતાં ભરત મહારાજાને વિચાર આવ્યો કે, હું પહેલાં કેવલજ્ઞાનનો મહોત્સવ કરું કે ચક્રરત્નનો કરું ?' પણ તરત જ વિચાર આવ્યો કે, સર્વ જીવોને અભયદાન આપનાર પિતાજી ક્યાં ? અને વિશ્વ માત્રને ભય કરનારું ચક્ર ક્યાં ? માટે પહેલા ભગવાનના કેવલજ્ઞાનનો જ મહોત્સવ કરવો જોઇએ.” આ પ્રમાણે નિશ્ચય કરી ભરતે મરુદેવી માતાને વિનંતી કરી કે, “માતાજી ! તમે હંમેશા મને કહો છો કે મારો પુત્ર દુઃખી છે, તે એકલો વનમાં ફરે છે અને ક્ષુધા-તૃષાના દુઃખો સહન કરે છે. તો આજે દેવ-દાનવોએ સેવેલા તમારા પુત્રની આશ્ચર્ય કરનારી લક્ષ્મીને જોવા ચાલો.' - ભરતે કહેલું સાંભળી હર્ષ પામેલા મરુદેવી માતાને ભરતે હાથી ઉપર બેસાડ્યા અને ચતુરંગ સૈન્ય પરિવારથી પરિવરેલા ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા. શૌર્યયુક્ત સૈન્યોની સાથે શોભતા ભરતે આગળ ચાલતાં અહપણાને સૂચવનારો રત્નમય ધ્વજ દૂરથી જોયો. • પ્રભુનાં સમવસરણને જોઇ મરુદેવી માતાને કેવળજ્ઞાન :
અનુક્રમે સમવસરણની નજીક આવ્યા, એટલે ભરતે માતાને કહ્યું કે, “હે માતા ! મૈલોક્યવાસી દેવોએ રત્નોથી રચેલું આ તમારા પુત્ર પ્રભુ શ્રી ઋષભદેવસ્વામી)નું સમવસરણ તો જુઓ.” પોતાના પૌત્રરત્નના વચનો તથા દિવ્યધ્વનિ - દુંદુભિનો નાદ સાંભળી મરુદેવીને હર્ષનાં આંસુ આવ્યા. તેથી પહેલા દુઃખના અશ્રુથી નેત્રપડલ થયા હતા તે હર્ષાશ્રુથી ધોવાઈ જતાં નેત્રો સ્વચ્છ થયાં અને ઉઘડી ગયા. પ્રભુનું સમવસરણ, પ્રભુની ઋદ્ધિ જોતાં જ મરુદેવી માતાને વિચાર આવ્યો કે, “હું માનતી હતી કે મારો પુત્ર દુઃખી છે. પણ એનું ઐશ્વર્ય તો અપરંપાર છે અને એ તો મને
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૪