________________
યાદ પણ કરતો નથી. ખરેખર ! સંસારમાં કોઇ કોઇનું નથી.' આવી ભાવના ભાવતાં સર્વ કર્મનો તત્કાળ ક્ષય થતાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા જ મરુદેવી માતાને કેવળજ્ઞાન થયું અને એ જ ક્ષણે આયુષ્ય પુરું થતાં નિર્વાણ પામ્યા.
મરુદેવી માતા નિર્વાણ પામ્યાના સમાચાર મળતાં જ સમવસરણમાંથી ઇન્દ્રોએ આવીને માતાના શરીરનો સત્કાર કરી, ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું. પછી તેઓ ઉચ્ચ સ્વરે બોલ્યા કે, “આ અવસર્પિણીકાળમાં મરુદેવી માતા પ્રથમ કેવલી અને પ્રથમ સિદ્ધ થયા છે. આ ઘોષણા કરીને દાદીના વિયોગથી શોકાતુર થયેલા ભરતને પ્રભુ પાસે લઈ ગયા. ત્યાં પ્રભુની તીર્થંકરપણાની શોભા જોઈ, તેમજ દેવોના વચનથી શોકને દૂર કરી, ભરત મહારાજાએ પ્રભુને નમસ્કાર કર્યા. વિધિપૂર્વક પ્રદક્ષિણા દઇ, પૃથ્વી ઉપર મસ્તક મૂકીને પ્રભુના ચરણોમાં વંદન કર્યું. પછી ભક્તિથી રોમાંચિત થયેલા પ્રફુલ્લિત નેત્રવાળા ભરત રાજાએ આ પ્રમાણે સ્તુતિ કરી.
હે ત્રણ લોકમાં તિલકરૂપ સ્વામી ! યુગાદીશ ! જિનેશ્વર ! અનંત, અવ્યક્ત ચૈિતન્યરૂપ અને યોગીશ્વર એવા આપને હું નમસ્કાર કરું છું. હે નાથ ! એકાંત હિતકારી એવા આપે આ સંસારમાં અવતરીને પ્રથમ વિશ્વની વ્યવસ્થાનો માર્ગ પ્રવર્તાવ્યો. ત્યારબાદ હે જગત્રભુ ! આ સંસાર સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કરવા મુક્તિમાર્ગ બતાવવા માટે સંયમ ગ્રહણ કર્યું. હે પ્રભુ ! આપ વિશ્વપતિ, દયાળુ અને પ્રાણીઓને શરણ આપનાર છો. આપ પોતાની જાતે જ અમને તારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છો. માટે આપની પાસે હું શું માંગું ?'
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી, ભરત રાજા જરા પાછા ખસી, ઇન્દ્રને આગળ કરી, પ્રભુની સન્મુખ બેઠા. ત્યારબાદ અનંત કરુણાકર પ્રભુએ યોજનગામિની સર્વભાષામય અને ભવ્યજનોના લાભ માટે દેશના ફરમાવી.
देवपूजा गुरुपास्तिः, स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने ॥
અર્થ : જિનેશ્વરની પૂજા, સદ્ગુરુની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન આ છ કાર્યો ગૃહસ્થોએ દરરોજ કરવા યોગ્ય છે. | સર્વ પ્રાણી પર દયા, સુપાત્રમાં દાન, દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ અને ઔચિત્યપૂર્વક સર્વ જીવોની ઉપર ઉપકાર કરવો. આ ધર્મ સંસારમાંથી તારનારો છે. સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી જલથી જેઓ હૃદયને નિર્મળ કરે છે, તે શુદ્ધ ભાવવાળા પુરુષો સુખપૂર્વક સિદ્ધિ સુખ પામે છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૫