________________
આગળ સ્વસ્તિક પૂર્યો અને મંગળદીવા સહિત આરતી ઉતારી. ત્યારપછી “ક્ષત્રિયના પ્રત્યક્ષ દેવ તથા ગુરુ એવા તને નમસ્કાર હો.” એમ કહી ચક્રને પ્રણામ કર્યો. આ રીતે આઠ દિવસ સુધી નવા નવા મનોહર ભટણાઓથી ભરતેશ્વરે તેનું પૂજન કર્યું. - ત્યારબાદ ૧ હજાર યક્ષોથી અધિષ્ઠિત ચક્રરત્ન, શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું એટલે ભરતેશ્વર પણ તેની પાછળ હસ્તીરત્ન ઉપર આરૂઢ થઇને નીકળ્યા. તે સમયે તે ગજરને શુભ સૂચિત ગર્જના કરી. તેની સાથે જ બીજા સેંકડો હાથીઓએ પણ હર્ષનાદ કર્યો. દશે દિશાઓમાં પ્રયાણનો દુંદુભિનાદ ગાજી ઉઠ્યો. વિશાળ ચતુરંગ સૈન્યને સાથે લઈ ભરત રાજા પૂર્વ દિશા તરફ ચાલ્યા. હાથમાં દંડવત્નને લઇને અશ્વરત્ન ઉપર બેઠેલો સુષેણ નામે સેનાપતિરત્ન સર્વથી આગળ ચાલ્યો. પુરોહિતરત્ન ચક્રવર્તની સાથે ચાલ્યો તથા ગૃહીરત્ન, વર્દ્રકીરત્ન, ચર્મરત્ન, છત્રરત્ન, ખગ્રરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન પણ ચક્રવર્તીની પાછળ સાથે ચાલવા લાગ્યા.
ચક્રવર્તી સૈન્ય સહિત ચક્રરત્નની પાછળ ચાલતા હંમેશા એક યોજન પ્રમાણ પ્રયાણ કરતા. ત્યારપછી જ્યાં પડાવ કરતા ત્યાં વર્લ્ડકીરત્ન પોતાની દિવ્યશક્તિથી મોટા નગરની જેમ તત્કાળ સર્વને માટે નિવાસસ્થાન રચી આપતો. લશ્કરી છાવણીમાં પણ અયોધ્યા નગરીની જેમ ચૌટા, ત્રણ માર્ગ, શિલ્પશાળા અને દુકાનોની શ્રેણીઓ રચવામાં આવતી. માર્ગમાં આવતા દેશદેશના રાજાઓ ચક્રવર્તીને હાથી, ઘોડા, રત્નો વગેરેની ભેટ આપી નમતા હતા. આ પ્રમાણે ભરત રાજા કેટલાક દિવસે માગધ નામના તીર્થે આવી પહોંચ્યા. ત્યાં પૂર્વ સમુદ્રને કાંઠે નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી છાવણી નંખાઇ. તેમાં વર્લ્ડકીરને સૈન્યના નિવાસો તેમજ એક રત્નજડીત પૌષધશાળા રચી. ફક્ત બે શ્વેત વસ્ત્રધારી ભરત રાજાએ તેમાં માગધદેવને ઉદ્દેશીને પૌષધ ગ્રહણ કર્યો તથા મુનિની જેમ સર્વ સાવદ્ય યોગોનો ત્યાગ કરી, શુદ્ધ સંસ્મારક ઉપર બેસીને અટ્ટમનો તપ કર્યો. તપ પૂર્ણ થયે, પૌષધ પારીને પૌષધાગારની બહાર નીકળ્યા. પછી યથાવિધિ સ્નાન કરી, ભગવાનની પૂજા કરીને શુદ્ર દેવતાઓને પ્રસન્ન કરવા બલી આપ્યું. પછી રથ ઉપર આરૂઢ થઇ પૂર્વ સમુદ્રમાં પ્રવેશ્યા. રથના પૈડા અડધા ડૂબે ત્યાં સુધી પાણીમાં જઈ ત્યાંથી ધનુષ્ય ઉપર પણછ ચડાવીને બાણ છોડ્યું. ભરતેશ્વરે છોડેલું તે બાણ બાર યોજન ઉલ્લંઘી માગધેશ્વરની સભામાં આવીને પડ્યું.
અકસ્માતું બાણ પડવાથી માગધેશ્વરના રત્નમય સિંહાસનમાંથી અગ્નિ ઝર્યો. આખી સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ અને માગધદેવ કોપાયમાન થઈ બોલ્યો કે, કોણ દુર્બુદ્ધિવાળાએ મારી સભામાં આ રીતે પોતાનું બાણ નાંખ્યું છે ?' તે વખતે સ્વામીના કોપને શાંત કરવા તેના મંત્રીએ બાણ લઇ, તેની ઉપર લખેલા અક્ષરો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૭