________________
ઇન્દ્રનું આસન કંપ્યું, એટલે પ્રભુભક્તિથી પ્રેરાઇને ઇન્દ્ર મહારાજા ત્યાં આવ્યા અને મરુદેવી માતાને નમી, તેઓની સ્તુતિ કરી. પુત્રની પ્રાપ્તિરૂપ સ્વપ્નનું ફળ તેઓને તેમણે વિસ્તારથી જણાવ્યું.
ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ, જંભક દેવતાઓને આદેશ કરી ઇચ્છિત વસ્તુઓથી તેમનું ઘર ભરપૂર કરી તેમના હર્ષમાં વૃદ્ધિ કરવા લાગ્યો. ગર્ભ સમય પૂર્ણ થયો ત્યારે ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમી (ફાગણ વદિ ૮)ના પવિત્ર દિવસે, ગ્રહો ઉચ્ચસ્થાને આવતા મધ્યરાત્રિએ મરુદેવી માતાએ પીડારહિતપણે રોગરહિત યુગલિક પુત્ર-પુત્રીને જન્મ આપ્યો. • શ્રી આદિનાથ પ્રભુનો જન્મોત્સવ :
તે સમયે પવન સુખકારી વાવા લાગ્યો. નારકીઓ હર્ષ પામ્યા. ત્રણે જગતમાં પ્રકાશ થયો. આકાશમાં દુંદુભિના નાદો થવા લાગ્યા. તપેલા સુવર્ણ જેવી કાંતિવાળા, વૃષભના ચિહ્નથી અંકિત અને સર્વ લક્ષણ સંયુક્ત પ્રભુ અત્યંત શોભતા હતા.
પ્રભુનો જન્મ થવાથી દિકકુમારીઓના આસન કંપ્યાં. પ્રભુના જન્મને જાણીને છપ્પન દિકુમારીઓ અત્યંત હર્ષપૂર્વક મૃત્યુલોકમાં આવી. તેઓ પ્રભુને અને પ્રભુની માતાને નમસ્કાર કરી, ભક્તિપૂર્વક સ્તવી, પોતાના આત્માને ધન્ય માનતી, પ્રભુના ગુણ ગાતી ગાતી નૃત્ય કરવા લાગી. ત્યારબાદ આઠ કુમારિકાઓએ સંવર્તવાયુ વિકુર્તી યોજનપ્રમાણ ભૂમિ શુદ્ધ કરી, આઠે સુગંધી જલ વરસાવ્યું, આઠે દર્પણ ધારણ કર્યા, આઠે કલશ ભર્યા, આઠે પંખા લીધા, આઠે ચામર ધારણ કર્યા અને ચાર દીપક લઇને ઊભી રહી, તેમજ અન્ય ચારેએ રક્ષા આદિ તમામ પ્રકારનું સૂતિકાકર્મ કર્યું.
તે પછી આસન કંપથી અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મને જાણી ૬૪ ઇન્દ્રો તથા અસંખ્ય દેવતાઓ ત્યાં આવ્યા. ત્યાર પછી વૈક્રિયરૂપવાળા સૌધર્મેન્દ્ર ભક્તિ વડે સૂતિકાગૃહમાં જઇ, મરુદેવી માતાને અને ભગવંતને આદરથી નમ્યા. પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી, આજ્ઞા લઈ, પ્રભુનું પ્રતિબિંબ તેમની પડખે મૂકી પ્રભુને હાથમાં લીધા અને પોતાના પાંચ રૂપ વિકુર્તી મેરગિરિ પર આવ્યા. ત્યાં રહેલા પાંડુક નામના વનમાં અર્ધચંદ્રની આકૃતિવાળી અતિપાંડુકંબલા નામની શિલા ઉપર
આવ્યા. ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી આભિયોગિક દેવતાઓએ ૧. રૂપાના, ૨. સુવર્ણના, ૩. રત્નના, ૪. રત્ન અને સુવર્ણના, ૫. રત્ન અને રૂપાના, ૬. સુવર્ણ અને રૂપાના, ૭. રત્ન, સુવર્ણ અને રૂપાના, ૮. માટીના એમ આઠ જાતિના કળશો વિકુળં. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી, અદ્ભુત કાંતિવાળા પ્રભુને ખોળામાં લઈને સૌધર્મઇન્દ્ર બેઠા. પછી દેવોએ લાવેલા સમુદ્ર, નદી, કુંડ, સરોવર અને દ્રહોના જળ વડે ઇન્દ્રોએ પ્રભુનો જન્મ મહોત્સવ સ્નાત્ર
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૮