________________
પ્રભુની પૂજા કરી તથા ભાવવાહી ગીત, સંગીત અને નૃત્ય દ્વારા પરમાત્માની ભક્તિ કરી. આ રીતે ચૈત્રીપૂર્ણિમાની યાત્રા કરી સર્વ વિદ્યાધરો પોતાના સ્થાને ગયા.
તે અવસરે ચંદ્રચૂડ નામના એક વિદ્યાધરને તેની પ્રિયાએ કહ્યું, “હે નાથ ! બીજા સૌ ભલે જાય પણ આપણે તો અહીં રહીશું. કારણ કે બીજા આઠ દિવસ અહીં રહીને ભક્તિ કરવાની મારી ભાવના છે. પ્રિયાની આવી સ્નેહપૂર્વકની પ્રાર્થનાથી તીર્થ પ્રત્યે ભક્તિવાળો ચંદ્રચૂડ વિદ્યાધર ત્યાં રહ્યો. ઘણી રીતે પ્રભુભક્તિ કરી. આઠ દિવસ પછી વિમાનમાં બેસી તે દંપતી ત્યાંથી જવા લાગ્યા. તે સમયે પૂર્વ દિશામાં રહેલું સૂર્યોદ્યાન તેમણે જોયું. આ સુંદર ઉદ્યાન જોઇ વિદ્યાધરીએ પોતાના હૃદયેશ્વર ચંદ્રચૂડને કહ્યું, “નાથ ! શત્રુંજય ગિરિરાજથી થોડે દૂર રહેલા ઉપવનને જુઓ. તેમાં જળથી પૂર્ણ આ કુંડ કેવો શોભે છે ! અને કુંડને કાંઠે અહંત ભગવંતના ઉજ્જવલ પ્રાસાદો કેવા સુંદર દેખાય છે. તે સ્વામી ! જો આપની પ્રસન્નતા હોય તો ક્ષણવાર આપણે અહીં રોકાઇએ.'
આ પ્રમાણે પ્રિયાની પ્રાર્થનાથી ચંદ્રચૂડે પોતાનું વિમાન તે ઉદ્યાનમાં ઉતાર્યું અને કહ્યું, “હે મૃગાક્ષી ! સૂર્યોદ્યાન નામનું મહાપ્રભાવવાળું આ વન છે. અહીં સર્વ કાર્યમાં ઉપયોગી એવી અનેક દિવ્ય ઔષધીઓ થાય છે. આ સૂર્યાવર્ત નામનો કુંડ છે. તે સર્વ રોગની પીડા દૂર કરનાર છે. એના જળના એક બિંદુમાત્રથી અઢારે પ્રકારના કોઢ ક્ષય પામે છે.
આ પ્રમાણે સૂર્યાવર્ત કુંડનો તથા સૂર્યોદ્યાનનો પ્રભાવ કહેતા તે વિદ્યારે પત્ની સાથે તે કુંડમાં ઘણીવાર સુધી જળક્રીડા કરી. ત્યારપછી ત્યાંથી કમળના પુષ્પો લઈ સિદ્ધાયતનમાં જઇ પરમાત્માની પૂજા – સ્તુતિ કરી. ત્યારબાદ ભગવંતના ચરણોથી પવિત્ર થયેલું અનેક રોગોને નાશ કરનારું સૂર્યાવર્ત કુંડનું જળ લઇને તે દંપતી વિમાનમાં બેસી ત્યાંથી આગળ ચાલ્યા.
આગળ ચાલતાં અનેક ધોળા તંબુઓથી જાણે નગર વસ્યું હોય એવી મહીપાલની સેના રાતે પણ ચંદ્રના પ્રકાશમાં તેઓએ જોઇ. તેથી કૂતુહલ પામેલી સ્ત્રીએ વિદ્યાધરને પૂછયું, “સ્વામી ! આવા વનમાં આટલા બધા મનુષ્યો કેમ રહ્યા છે ? ચારે બાજુ આટલા બધા હાથી, ઘોડા કેમ દેખાય છે ? અને આ કોઈ પુરુષ રોગથી ઘેરાયેલો, ઘણા માણસોથી પરિવરેલો અત્યંત દુઃખી થતો લાગે છે. તે તરફથી દુર્ગધ આવે છે, તેથી મને લાગે છે કે તેને ભયંકર કોઢ થયો છે. હૃદયેશ્વર ! “આપણી પાસે કોઢને હરનારું ઉત્તમ જળ છે. તમારી આજ્ઞા હોય તો આ જળ હું તેના શરીર પર છાંટુ.' વિદ્યારે તેને અનુજ્ઞા આપી. એટલે તે દયાળુ સ્ત્રીએ વિમાનમાં રહીને જ નીચે રહેલા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૧