________________
વી
બેસાડયો છે અને પછી “નવકારની આરાધનામાં સમસ્ત દ્વાદશાંગી શ્રુતની આરાધના થાય છે, એવું જાહેર કર્યું છે. નવકારનું મહત્ત્વ દર્શાવતું આથી વધુ કેઈ વિધાન નથી, અને હોઈ શકે પણ નહિ.
આ મંત્રના પ્રભાવથી ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય છે, તથા આધ્યાત્મિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય અને શું પ્રાપ્ત થાય, તે અંગે થોડે દષ્ટિપાત કરી લઈએ.
ભૌતિક દૃષ્ટિએ શું પ્રાપ્ત ન થાય? પ્રાચીનકાલની આખરી ઉપમાઓ દ્વારા તેને કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ, ચિંતામણિરત્ન વગેરેથી નવાજવામાં આવ્યો છે. આથી તમામ કામનાઓને તે પૂરક છે, એવું સૂચવે છે.
પૃથ્વી આદિ પંચભૂતને લગતા ઉપદ્રવોમાં ધરતીકંપ, અકસ્માતે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કુદરતી–અકુદરતી આગ, દાવાનલે, પ્રચંડ વાવાડાઓ વગેરે ઉપદ્રવો કે તેના ભયે પ્રાપ્ત થતાં નથી. સમસ્ત વિને આફત-અનિષ્ટો નાશ પામે છે. અકાલમૃત્યુ કે અપમૃત્યુના પ્રસગે બનતા નથી. દૈવિક, માનુષી કે પાવિક ભ–ઉપદ્ર, સર્પાદિકના વિષભ, તથા ગામ, નગર, જંગલ કે પહાડ, ગુફા કે આકાશ, ગમે ત્યાં નવકારનું યથાર્થ સ્મરણ તેની રક્ષાકી કરે છે. દુરાચાર, દુર્જનતા ભેટતી નથી. ભૂત, પ્રેત, પિશાચ, નવગ્રહાદિકની પીડાઓ તથા કુટુંબી કલેશ થતા નથી. દૌભગ્ય,
૨. નવકારાદિમની સાધના અને તેના વિવિધ ફળની પ્રાપ્તિ, આ બંને વચ્ચે વચગાળામાં એવી કઈ પ્રક્રિયા (પ્રોસેસ) ભાગ ભજવે છે કે મેગ્નેટશક્તિની જેમ ઉપરોક્ત ફળો ખેંચાઈ આવે છે? આ પ્રશ્નના જવાબ માટે ઘણી જગ્યા રોકાય તેમ હોવાથી જવાબ અધ્યાહાર રાખું છું. , ૩. તેવજwદુન (ન. સ્વા.) . . .