________________
ર૭
૪. જેનું મનન કરવાથી ત્રાણ થાય—રક્ષણ થાય છે. ૫. જેમાં ઉત્કૃષ્ટ સ્થાને રહેલી વ્યક્તિઓને અથવા દેવદેવીએ
આદિને આદર-સત્કાર કરવામાં આવ્યા હોય તે.
અહીંઆ બધાએ અર્થે ઘટમાન થાય તેમ છે. આમ છતાં સીધે સંબન્ધ પાંચમી વ્યુત્પત્તિ ધરાવે છે.
આ નવકારમંત્રના પાંચ પદેના વર્ણો, શબ્દોને પ્રભાવ, વળી પરસ્પર વહેં–શબ્દના સંયોજનમાં ગૂઢ રહસ્યમય સંકલના વગેરે એવું છે કે તમે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક ગણવા માંડે કે તમને તેને પર દેખાવા માંડે. દૂર દૂરની આપત્તિઓ દૂર કરવા માનસિક સંકલ્પ પૂર્વક ગમે તે સ્થળે અદિલને પહોંચાડવા હેય તે વિદ્યુતના મેજથી પણ વધુ ઝડપથી પહોંચી જાય અને અનિષ્ટ, ભ, આપત્તિઓ, અમંગલથી રક્ષણ થાય.
મહાન આશ્માની-સુલતાનીની આફત એટલે કે રાષ્ટ્રીય સંકટ કે કુદરતી પ્રકેપના પ્રસંગોએ આની વ્યક્તિગત કે સામુદાયિક ચિત આરાધના, એતવિષયક જ્ઞાતિના માર્ગદર્શન મુજબ થાય તે, એક એવું વાયુમંડળ સજાય કે જે સમગ્ર વિશ્વ ઉપર છવાઈ જાય અને ભાનુષિક, પ્રાકૃતિક કે દૈવિક તમામ અવ્યવસ્થાને વ્યવસ્થિત બનાવી દે. ઈતિહાસનાં પૃષ્ઠ આ વાતની ગવાહી–સાક્ષી પૂરે છે.
નાનકડા નવકાર મંત્રનું કેટલું મૂલ્ય હશે ? એની કઈ કલ્પના આવી શકતી નથી.
નવકારનું મહત્વ અને મહિમા શાસ્ત્રકારે, પૂર્વાચાર્યો અને મુનિવરેએ જૈન ધર્મના મહાપ્રાણસમા, ૫. મનનાર્ ત્રાયતે કૃતિ મન્ના (તન્ત્રશાસ્ત્રો) १. मन्यन्ते सक्रियन्ते परमपदे स्थिता. आत्मानः अनेनेति।