________________
મુક્ત આત્માઓ અને સાધુજનોના ગુણોના શરણે જવાથી સર્વ મંગળ સાધવાની યુક્તિ છે, આ જ વાત ઉપર તેમનું લક્ષ્ય હતું. નવકાર મંત્રમાં પંચપરમેષ્ટીના ૧૦૮ ગુણોનું રટણ તેમના મનમાં સતત ચાલ્યા કરતું. આ જ કારણ હતું કે સર્વ તપ કે નિયમો પાળવા છતાં જરા પણ આળસ કે રૂઢિના પટ ચઢવા દેતા ન હતા. દરેક ક્ષણે જાગૃત, પ્રતિક્ષણ સચેત.
માનવ જીવનનો પૂરેપૂરો લાભ લેવા માટે જ તેમણે ગીતાના તમામ રોગો એકસાથે અપનાવ્યા હતા – કર્મઠતા, ભક્તિ, જ્ઞાનધ્યાન અને કર્મસંન્યાસ.
તેમની વ્યાપક દૃષ્ટિના બે બીજાં ઉદાહરણો ઃ તેમની એક યોજના જે પૂ. વિજય ધર્મસૂરિજી સ્થાપિત થશોવિજય સંસ્કૃત પાઠશાળાથી પ્રેરિત હતી, તે હતીજૈન પંડિતો તૈયાર કરવાની. પરંતુ તેઓ સાથે સાથે એમ પણ કહેતા કે આ યોજના અંતર્ગત ૨૫ હિન્દુ પંડિત તથા ૨૫ મુસ્લિમ અને ખ્રિસ્તી પંડિતોને પણ તૈયાર કરો અને તેમના યોગક્ષેમનો ખર્ચ ઉપાડો. તે સમજતા હતા કે સર્વ પરંપરાઓમાં રૂઢિ અને વ્યક્તિપૂજા વધી રહી છે. તત્ત્વ અને સત્ત્વનું જ્ઞાન ઘટી રહ્યું છે. આટલા માટે જ જાણકારોને તૈયાર કર્યા સિવાય જાણકારીનો વધારો થઈ શકે નહીં.
કષાયમુક્તિ જ એમનો ધર્મ હતો, સ્વધર્મ હતો અને તેનું શરણ તેમણે અપનાવ્યું હતું. ભક્તિ, તપ, વાંચન, ચિંતન, ધ્યાન, સેવા વગેરે કરતાં તેમણે આત્માના પ્રત્યેક ગુણને અનુભવમાં ઉતાર્યા હતા. જીવન એક પ્રયોગ બની ગયું હતું. કેવી રીતે પોતાના આત્માને સતત પ્રયત્નથી પરમાત્મારૂપ બનાવી શકાય, અથવા જિનેશ્વર, ઈશ્વરની કેવી રીતે ભક્તિ કરીએ જેથી આત્મા પવિત્ર બને.
એક ઉદાહરણ : નાનપણથી જ ચૌદશનો ઉપવાસ રાખતા હતા. કેન્સરની બીમારીમાં પણ તેમણે તે ચાલુ રાખ્યો હતો. થોડાંક વર્ષો પહેલાં તેઓ પોતાની પુત્રી પુષ્પાને ત્યાં અમેરિકા ગયા હતા. તેણે કહ્યું કે, “મારા ઘરે ખાવાનું બંધ ન કરશો, આ ચૌદશે ઉપવાસ ન રાખશો. મારે ત્યાં વળી પાછા મે ક્યારે આવશો?’ તેમણે તરત જ વાત માની લીધી. મુંબઈ પાછા આવીને તેના બદલામાં અનુકૂળતા મુજબ ત્રણ દિવસના ઉપવાસ કરી લીધા.
આધ્યાત્મનો અર્થ જ છે, ‘આત્માની સમીપ', ‘આત્મા પ્રેરિત થાય છે. જ્યારે મિથ્યાત્વ સહજ રીતે છૂટી જાય છે, ત્યારે દરેક કાર્ય કરતી વખતે સાધક સમતા અને આત્મામાં જ દૃષ્ટિ રાખે છે. તેનું જીવન આ જ દર્શાવે છે. પૂ.
24