________________
અને સધવા તરીકે જઈ રહી છે. પુત્રી પછી જમાઈ ગયા તો પણ તે જ પત્નીના વિયોગનું દુખ જોયું નહીં.” વગેરે.
ડિસેમ્બર ૨૦૦૫માં જી. ટી. હોસ્પિટલની એક સીડી જે તેઓ સામાન્ય રીતે ઉપયોગમાં લેતા ન હતા, તેના ઉપરથી તેઓ પડી ગયા. ઊતરતી વખતે વિચારતા હતા કે, “આનું હું સમારકામ કરાવીશ, પોતે જ પડી ગયા. નાની વહુ મીનું વર્ષોથી એમના સેવાકાર્યમાં જોડાઈ ગઈ હતી. આજે પણ એણે એ ક્રમ જાળવી રાખ્યો છે. તેનો ફોન આવ્યો. સમાચાર મળતાં જ હું દોડ્યો, તેઓ અધિક્ષકના ઓરડામાં બેઠા હતા, મેં ગભરાઈને પૂછ્યું, “શું થયું બાપુજી? સાંભળ્યું છે કે હાડકું ભાંગ્યું છે?તેમણે કહ્યું, “બહું સારું થયું. છેલ્લા પગથિયેથી પડ્યો, છેક ઉપરથી પડ્યો હોત તો?’ હાથમાં કાચો પાટો હતો અને ચહેરા પર હાસ્ય. જીવન માટે પ્રેમ હતો, પરંતુ કાયાની આસક્તિ નહોતી.
પ્રત્યેક શ્વાસ ઋણરૂપ માનતા હોય એવી રીતે એઓ જીવન જીવ્યા. હું કઈ રીતે દરેક ક્ષણે સ્વસ્થ રહું જેથી મારું જીવન અન્યને ઉપયોગી થાય અને જીવન પ્રસન્ન રહે.” “દુઃખી દેખ કરુણા જગે સુખી દેખ મન મોર – દુઃખીને જોઈને મનમાં કરૂણા જાગે, સુખીને જોઈને મન પ્રસન્ન થાય. ઉચ્ચતમ બ્રહ્મવિહારી અધ્યાત્મભાવ તેમણે નિભાવ્યો.
આ જીવન એમનો યજ્ઞ હતો. તેના વર્તન મૂનાથા:” અર્થાત્ ત્યાગીભોગવી જાણો એવા ઉપનિષદનું તેઓ અક્ષરશઃ પાલન કર્યું હતું. તેમણે, આ જીવન સત્યને સમજી લીધું હતું. એની પ્રમુખ પ્રતીતિ એ એમનો બિનસાંપ્રદાયિક સ્વભાવ હતો. બીજું સંસારમાં ખાસ તો મનુષ્યજન્ય મળવાથી દરેક પરિસ્થિતિમાં સુખી રહેવાની સહજ વૃત્તિ.
ઈશ્વરનું દરેક માન્ય સ્વરૂપ તેમને માટે વંદનીય હતું. ઘરમાં વિભિન્ન દેવી દેવતાના અનેક ચિત્રો, શો-પીસ, કેલેન્ડર વગેરે હોય જ. દરરોજ તેઓ કૃષ્ણ, શંકર, દત્તાત્રેય બધાની સમક્ષ એટલી જ શ્રદ્ધાથી ધૂપ દીપ કરતા, જેટલી શ્રદ્ધાથી તેઓ મહાવીરસ્વામીની સમક્ષ કરતા. તેમનો ભગવાન આખરે કોણ હતો?
તેમના માટે ઈશ્વર, એ તત્ત્વ હતું. જે સંસારના મોહ અને અસ્થિર સ્વભાવના જીવોમાં જાગૃતિ લાવવાની પ્રેરણા આપતું હતું, સહાયતા કરતું હતું. અથવા કહો કો જાગૃતિ અને કરૂણાનું પ્રતિક હતું. લાખો કરોડો નવકાર જપવા છતાં તેમના મનમાં પોતે જેને પરિવારના છે એવો ભાવ ન હતો. આ મહામંત્રના