________________
જૈનદષ્ટિએ મહા ભૂંગાળ-મ‘ગળ
૩
છે અને જે જે દ્વીપ-સમુદ્રોમાં જ્યાં જ્યાં મનુષ્યની વસતિ, તિય ચાની વસતિ, પર્વતા, નદીઓ વગેરે જે જે શાશ્વતા પદાર્થો રહેલા છે. ( શાશ્વતા એટલે કાઈ એ કદી નહિ બનાવેલા અને કદી નાશ નહિ પામનારા પદાથૅ. ) તેનું વર્ણન કરવામાં આવશે. તેમાં પણ વિશેષે કરીને તા મનુષ્યની વસતિવાળા અઢી દ્વીપનું જ વર્ણન કરવામાં આવશે. કેમકે બાકીના દ્વીપ-સમુદ્રોમાં જાણવા લાયક પદાર્થી અઢી દ્વીપ (મનુષ્યલેાક) જેટલાં નથી, માટે તે સતું અપ વર્ણન કરવામાં આવશે. જેથી આ ક્ષેત્રસમાસ ગ્રંથ અઢી દ્વીપ અને એ સમુદ્રના વર્ણનથી ભરપુર છે.
ક્ષેત્ર—એટલે રત્નપ્રભા પૃથ્વી ઉપર અથવા મધ્ય લેકમાં રહેલા અસંખ્યાતા દ્વીપ–સમુદ્રોરૂપી ક્ષેત્ર તેના સમાસ–એટલે સમાવેશ અથવા સંક્ષિપ્ત વર્ણન તે ક્ષેત્રસમાસ. તેના પ્રારંભ કરતાં મંગલાચરણ અને અનુબંધ જણાવનારી પહેલી ગાયા કહે છે :
જ ઝબકીય અધિકાર
नमिऊण सजलजलहर - निभस्सणं वज्रमाणजिणवसभं । समयक्खेत्तसमासं वोच्छामि गुरुवएसेणं ॥१॥
છાયા-નવા સગ્રહગનિમવનું વર્ધમાનગિનરૃપમમ્ । समयक्षेत्रमासं वक्ष्ये गुरुपदेशेन ॥ १ ॥
અથ—જળથી ભરેલા મેધના સરખા ગંભીર અવાજવાળા, દેવળજ્ઞાનીઓને પણ પૂજય શ્રી વ માનવામિને નમસ્કાર કરીને સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્રનું સ ંક્ષિપ્ત સ્વરૂપ ગુરુના ઉપદેશ અનુસારે કહીશ.
વિવેચન—કાઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પ્રાયઃ પ્રથમ મંગલાચરણ, પછી ગ્રંથમાં કહેવાના વિષય, ગ્રંથના ચાલ્યેા આવતા સંબંધ અને ગ્રંથની રચના કરવાનું પ્રયાજન. આ ચાર વસ્તુ કહેવામાં આવે છે. આ ચારમાં એક મંગલ અને ત્રણ અનુબંધ કહેવામાં આવે છે. અથવા આ ચારેને અનુબંધ ચતુષ્ટયી પણ કહેવામાં આવે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org