________________
જેનદષ્ટિએ મહા ભૂળ-રાજધાનીનું સ્વરૂપ વૈર્યરત્નમય થડ, સુજાતજાત–સુવર્ણરૂપ વિશાલ શાખા, વિવિધ પ્રકારના મણિ અને રત્નમય મનોહર નાની નાની શાખાઓ, તપનીય રત્નમય ડાળીઓ, વૈર્યરત્નમય પાંદડાં, જાંબૂનદમય સુકોમળ અંકુરા, વિચિત્રમણિ રત્નમય સુગંધી પુષ્પ અને શાખાના આગળના ભાગે ફળોના ભારથી નમી ગયેલા છે.
ચૈત્યવૃક્ષની ફરતા તિલક, ચંદન, અજુન વગેરે વૃક્ષો રહેલા છે. તેમજ ચૈત્યવૃક્ષની આગળ એક જનના વિસ્તારવાળી અને બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તેના ઉપર આઠ જન ઉચ, બે ગાઉ પહેળા, ધજાઓ, છત્રાતિછત્ર યુક્ત મહેન્દ્ર ધ્વજ છે, તેની આગળ ૧રા જન લાંબી, દા જન પહોળી, ૧૦ જન ઉંડી નંદાપુષ્કરિણી-વાવડી છે, તે પત્રવર વેદિકા અને વનખંડથી યુક્ત છે. અર્થાત્ વાવડીને ફરતી વનખંડથી યુક્ત વેદિકા છે.
સુધર્મ સભામાં પૂર્વ, પશ્ચિમ દિશામાં ૨૦૦૦-૨૦૦૦ અને દક્ષિણ, ઉત્તર દિશામાં ૧૦૦૦-૧૦૦૦ કુલ ૬૦૦૦ પુષ્પમાલા પિઠિકા છે. તે સનારૂપાથી મઢેલી છે, તેના ઉપર વિજય નાગદંત–(હાથીના દાંતના આકારવાળી, પુષ્પમાળાઓ અને ધૂપઘટિકાના શિંકા લટકાવવા માટેની ખીંટીના સ્થાને રહેલી વસ્તુ ) ઉપર સુગંધી મનહર માળાઓ લટકે છે. ઉપર મુજબ ૬૦૦૦ સોનારૂપાથી મઢેલી ધૂપવાસ પિઠિકા છે, તેના ઉપર વિજય નાગદંત છે, તેના ઉપર શિંકાઓમાં ધૂપવાના છે, તેમાંથી સુગંધ પ્રસરે છે.
સુધર્મ સભાના મધ્ય ભાગમાં બે યોજન લાંબી-પહોળી, ગોળાકારે અને એક યોજન ઉંચી સર્વ મણિમય પિઠિકા છે, તેના ઉપર વિજય માણવક નામને ચિત્યથંભ છે.
આ માણવક થંભ છો જન ઉચે અને બે ગાઉ જાડો છે, તેના ઉપર નીચેના ૧-૧ જન સિવાયના વચ્ચેની જનના ભાગમાં સુવર્ણમય ઘણા પાટિયા છે, તેના ઉપર વિજય માંચડા છે, તેમાં શિંકાઓ છે, તેની અંદર વિજય ડાબડા છે તેમાં શ્રી જિનેશ્વર ભગવંતના અસ્થિઓ રાખેલા છે, આ અસ્થિઓ વિજયદેવ અને વાણવ્યંતર દેવ-દેવીઓ માટે કલ્યાણકારી અને પૂજનીય છે.
આ માણવક ચિત્યથંભની પૂર્વ દિશામાં એક યોજન લાંબી-પહોળી, બે ગાઉ ઉંચી મણિપિઠિકા છે. તેના ઉપર એક સિંહાસન છે, પશ્ચિમ દિશામાં પણ એક જન લાંબી-પહોળી મણિપિઠિકા છે તેના ઉપર એક દેવશય્યા છે, દેવશય્યાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org