________________
૩૪૨
બૃહત્ ક્ષેત્ર સમાસ શોભતુ નાભિમંડલ, પ્રશસ્ત લક્ષણયુક્ત પેટ, એક સાથે લાગેલા સુવર્ણકલશ સરખા શોભતા–વિશેષ ઉંચા-ગોળ અને જાડા સ્તન, અત્યંત સુકુમાર હાથ, સ્વસ્તિક-શંખ
ચક્ર વગેરે ચિહનેથી યુક્ત હાથપગના તળિયા, મુખ કરતા ત્રીજા ભાગ સરખી ઉંચી ડાક, પ્રશસ્ત લક્ષણયુક્ત અને પુષ્ટ હડપચી, દાદમના પુપસરખા લાલચોળ અધરેષ્ઠ, લાલ કમલસમાન જીભ અને તાળવું, વિકસીત કમલપત્રસમાન દીર્ધ મનહર નેત્ર, બાણ ઉપર ચઢાવેલ ધનુષની આકૃતિ સમાન ભ્રમર, પ્રમાણયુક્ત મોટું લલાટ, સુંવાળા-ચીકણમનહર-લીસા વાળ, પુરુષ કરતાં ઉંચાઈમાં કંઈક ન્યૂન, સ્વભાવથી ઉદાર, શૃંગાર કરનાર અને સુંદર વેષભૂષાવાળી, પ્રકૃતિથી જ હસવું, બોલવું, વિલાસ, વિષય વગેરેમાં અતિ હોંશીયાર સ્ત્રીઓ હોય છે.
યુગલિકે રવભાવથી જ સુંગંધી મુખવાળા, અત્યંત અલ્પ ક્રોધ, માન, માયા, લભવાળા, સદા સંતેષી, ઉત્સુક્તા વિનાના, સરલ અને નમ્રતાવાળા, દેખાવમાં મનહર હોય છે.
સુવર્ણ–મોતી વગેરે મમત્વ કરવાવાળી વસ્તુઓ હોવા છતાં મમત્વના આગ્રહ વિનાના, સર્વથા વૈરના અનુબંધથી રહિત, હાથી–અશ્વ—ઉંટ–ગાય-ભેંસ વગેરે હોવા છતાં તેને ઉપગ નહિ કરનારા પણ પગે ચાલનારા હોય છે.
વળી તેઓને ક્યારે પણ તાવ આદિ રેગ આવતા નથી, ભૂત, પિશાચ વગેરેને વળગાડ, મારી–મરકીના કષ્ટ હોતાં નથી, અર્થાત કોઈ પણ પ્રકારના ઉપદ્રવ વગેરે આવતા નથી. સદા સુખી રહે છે.
સઘળા યુગલિકે સ્વતંત્ર હોય છે. અર્થાત કોઇને કોઇની સેવા વગેરે કે શેઠ-- નકર જેવું કશું જ હોતું નથી.
આ યુગલિક મનુષ્યના શરીરમાં ૬૪ પાંસળીઓ હોય છે. એક દિવસના અંતરે ભજનની ઈચ્છા થાય છે–આહાર ગ્રહણ કરે છે.
યુગલિક મનુષ્ય જે આહાર કરે છે તે ડાંગર, ઘઉં આદિ અનાજને બનેલ નહિ પણ જમીનની માટી, કલ્પવૃક્ષના ફલ, પુષ્પ, પત્ર આદિને હોય છે.
યુગલિક ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે જ ડાંગર, ઘઉં, અડદ, મગ, વગેરે ધાન્ય, ઘાસ વગેરે અહીંની જેમ પેદા થાય છે પણ અનાજ વગેરે યુગલિક મનુષ્યોના ઉપ
ગમાં આવતું નથી, કેમકે અનાજ પકાવવા માટે અગ્નિ જોઈએ જ્યારે ત્યાં અગ્નિ હેત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org