________________
જેનદષ્ટિએ મહા ભૂગે-જબૂવૃક્ષનું સ્વરૂપ
વિવેચન–જંબૂવૃક્ષ માટેની પીઠ જાંબૂનદમય-લાલ સુવર્ણમય છે. તેની પરિધિ ૧૫૮૧ જનથી અધિક છે. તેના મધ્ય ભાગની જાડાઈ બે છે એટલે ૧૨ જનની છે. પછી ચારે તરફ ફરતી ક્રમસર ડી ડી જાડાઈ ઘટતી ઘટતી છેડા પાસે બે ગાઉ ઉંચી રહે છે.
આ જંબૂવૃક્ષની પીઠને ફરતી સર્વ રત્નમયી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહેલી પદ્મવર વેદિકા આવેલી છે. ૨૮૦–૨૮૧
જંબૂવૃક્ષની આ પીઠને પૂર્વાદિ ચારે દિશામાં ત્રણ ત્રણ પગથિયા અને દ્વાર છે. તે દ્વારનું પ્રમાણ જણાવે છે.
दो गाउ असियाई, गाउ यरुंदा चउदिसिं तस्स। पीढस्स दुवाराई, सछत्तज्झयतोरणाइंच॥२८२॥ છાયા–દ્ધિ કાબૂત જૂિતાનિ જાબૂતં હાનિ વક્ષિા
पीठस्य द्वाराणि सछत्रध्वजतोरणानि च ॥२८२॥
અર્થ–તે પીઠની ચારે દિશામાં બે ગાઉ ઉંચા અને એક ગાઉ પહોળા છત્ર, દવજ, તરણ વગેરેથી યુક્ત દરવાજા છે.
વિવેચન-જંબૂદ્વીપની પીઠને ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં એક એક એમ ૪ દરવાજા છે. આ દ્વાર બે ગાઉ ઉંચા અને એક ગાઉ પહોળા છે.
આ દરવાજા ભૂમિમાં લાગેલા છે. તેને ભૂમિમાંથી નીકળતો અંદરનો ભાગ વિજય છે. ભૂમિની ઉપરને આધારભૂત ભાગ રિટ્ટરત્નમય છે. થાંભલા વિર્યરત્નના, ફલકે-પાટિયા સુવર્ણ-સમય, સાંધાના સ્થાન વૈર્યરત્નમય, ટેકા વિવિધ રત્નમય છે.
ચારે દ્વાર ઉપર એક એક તોરણ છે. તે રણને વિવિધ મણિમય થંભે રહેલા છે, તેની ભીંત ઉપર વૃષભ, અશ્વ, ઈહામૃગ, પક્ષી, સ, શરભ, હાથી, ચામર, વનલતા, પશ્ચલતા વગેરે ચિત્રોથી સુશોભિત છે. તેરણના ઉપરના ભાગમાં સર્વ રત્નમય સ્વસ્તિક, શ્રીવત્સ આદિ અષ્ટ મંગલો છે. દરેક તારણ ઉપર ઘણું વજમય દંડો કૃષ્ણ, નીલ, લોહિત, હરિત અને સફેદ વર્ણની ચામર ધ્વજવાળા છે, તેના ઉપર ઘણા સર્વ રત્નમય છત્રાતિછત્ર, ઘણી પતાકાતિપતાકા, ઘણી ઘંટની જેડીઓ, ઘણા ચામરે, ઘણા કમળો, ઘણું પદ્મ, ઘણું કુમુદ વગેરેથી સુશોભિત છે. આ બધું સર્વ રત્નમય છે. ૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org