Book Title: Bruhat Kshetra Samas Part 01
Author(s): Nityanandvijay
Publisher: Tarachand Ambalal Sha

View full book text
Previous | Next

Page 500
________________ ૪૩૧ જેનદષ્ટિએ મહા ભૂગોળ-પાંડુક વનનું સ્વરૂપ હવે ચૂલિકાનું સ્વરૂપ કહે છે, दुगुणं जोयणवीसं.समूसिया विमलवेरुलियरूवा। मेरुगिरिस्सुवरितले, जिणभवणविभूसिया चूला॥३४८॥ છાયા–ત્રિશુળ શોકનર્વિશર્તિ સમુરિસ્કૃત વિમર્થTT I ___ मेरुगिरेरुपरितले जिनभवनविभूषिता चूला ॥३४८॥ અર્થ–મેરુપર્વતને ઉપરના ભાગે ડબલ વીસ (ચાલીસ) જન ઉંચી નિર્મળ વૈર્યરત્નમય જિનભવનથી ભૂષિત ચૂલિકા છે. વિવેચન—મેરુપર્વતના શિખરના ભાગે વૈશ્યરત્નમય ૪૦ એજન ઉંચી ચૂલિકા છે. તે શ્રી જિનભવનથી શોભતી છે. તે આ પ્રમાણે ચૂલિકાનું ઉપરનું તળીયું-ભાગ ૪ જનના વિસ્તારવાળું છે. તેના મધ્યભાગમાં એક ગાઉ લાંબુ છે ગાઉ પહેલ્થ અને ૧૪૪૦ ધનુષ ઉંચુ અનેક મણિમય થંભની યુક્ત શ્રી જિનમંદિર છે, તેને પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક એક એમ ત્રણ દ્વિાર છે. દ્વાર ૫૦૦ ધનુષ ઉંચા અને ૨પ૦ ધનુષ પહેાળા છે. જિનમંદિરના મધ્ય ભાગમાં વેદિકા છે. તેના ઉપર દેવછંદક છે અને તેમાં ૧૦૮ શ્રી જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આ જે શાશ્વતપ્રતિમાજીઓ છે તેનાં દર્શન-વંદન માત્ર દેવ દેવીઓ કરે છે. કેમકે વિદ્યાચારણ કે જંઘાચારણ ઉંચાઈમાં પાંડુક વન સુધી જ આવી શકે છે. તેથી આગળ વધવાની શક્તિ નહિ હોવાથી ચૂલિકા ઉપરના શ્રી જિનપ્રતિમાજીના દર્શન કરી શકતા નથી. શ્રી વીર પરમાત્માને ઘોર ઉપસર્ગ કરનાર સંગમદેવને શુક્રેન્ડે કાઢી મૂક્યા બાદ સંગમદેવ પોતાની દેવી સાથે આ ચૂલિકા ઉપર રહેલો છે. બાકીનું આયુષ્ય અહીં જ પુરુ કરશે. ૩૪૮ હવે ચૂલિકાના વિસ્તારો અને પરિધિ કહે છે. मूले मज्झे उवरि, बारस अट्ट चउरो य विक्खंभो। सत्तत्तीसा पणवीसबारसा अहिय परिही से ॥३४९॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510