________________
४४०
બૃહત ક્ષેત્ર સમાસ ચૂલિકાની દક્ષિણ દિશામાં રહેલ અતિ પાંડુકમ્મલા શિલા ઉપર એકજ સિંહાસન છે અને તેના ઉપર ભરતક્ષેત્રમા જન્મ પામેલા તીર્થકરોને જન્માભિષેક ઇન્દ્રો કરે છે.
ચૂલિકાની ઉત્તર દિશામાં રહેલ અતિરક્તકમ્બલા શિલા ઉપર પણ એક જ સિંહાસન છે. તેના ઉપર અરવત ક્ષેત્રમાં જન્મ પામેલા શ્રી તીર્થકર ભગવંતને જન્માભિષેક ઇન્દ્રો કરે છે.
જે ટાઈમે ભરતક્ષેત્રમાં શ્રી તીર્થકરનો જન્મ થાય તે જ ટાઈમે અરવત ક્ષેત્રમાં ધાતકી ખંડના બે ભરતક્ષેત્રો અને બે અિરવત ક્ષેત્રોમાં તથા પુકરાઈ દ્વીપના બે ભરત ક્ષેત્રો અને બે અવત ક્ષેત્રમાં પણ શ્રી તીર્થકરોને જન્મ થાય છે. અર્થાત્ એક સાથે ૧૦ શ્રી તીર્થકરોને જન્માભિષેક પોતપોતાના ક્ષેત્રના મેરુ પર્વત ઉપર રહેલા તે તે દિશાના સિંહાસન ઉપર ઈદ્રો ઉજવે છે,
જબૂદ્વીપમાં એક સાથે બે અથવા ચાર શ્રી તીર્થકરથી અધિક જિનેશ્વરને જન્મ થતો નથી, તેથી ૬ સિંહાસનેથી વધુ સિંહાસની જરૂર પડતી નથી.
એક સાથે બે જિનેશ્વર જન્મે ત્યારે એક ભરતક્ષેત્રમાં અને એક અરવત ક્ષેત્રમાં જન્મે છે. જ્યારે એક સાથે જ જન્મે ત્યારે મહાવિદેહ ક્ષેત્રની પૂર્વ વિદેહમાં બે અને પશ્ચિમ વિદેહમાં બે જન્મ પામે છે.
જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી તીર્થકરને જન્મ થાય છે ત્યારે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં તીર્થકર જન્મ નહિ.
જ્યારે ભરતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં શ્રી તીર્થકરનો જન્મ થાય ત્યારે મહાવિદેહમાં જન્મ થતું નથી. કેમકે શ્રી તીર્થકર ભગવંતને જન્મ મધ્યરાત્રિએ જ થાય છે. જયારે ભરત-અરવત ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં રાત્રી હોય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય ત્યારે ભરત–અરવત ક્ષેત્રમાં રાત્રી હોય છે.
આથી ક્ષેત્રોમાં દિવસ-રાત્રિનો ફેરફાર હોવાથી શ્રી તીર્થકરોના જન્મમાં પણ ફેરફાર સમજી લે. (જબુદ્વીપના અધિકાર સંબંધી બાકી રહેલ મહાવિદેહક્ષેત્રની વિજયાદિનું
સ્વરૂપ, ચંદ્ર-સૂર્યાદિનું સ્વરૂપ બૃહતક્ષેત્ર સમાસના બીજા વિભાગમાં.) AqwaanwHHFmamo ૌ પ્રથમ નંબુદ્વીપ અધિકારના મેરુ પર્વત સુધીના વર્ણન સુધીનો છે
બૃહતક્ષેત્ર સમાસને પહેલો ભાગ સમાપ્ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org