________________
બૃહત ક્ષેત્ર સમાસ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં રહેલી બે શિલા દક્ષિણ-ઉત્તર લાંબી અને પૂર્વ-પશ્ચિમ પહોળી છે. જયારે દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં રહેલી બે શિલા પૂર્વ-પશ્ચિમ લાંબી અને દક્ષિણ-ઉત્તર પહોળી છે.
આ શિલાઓ અર્ધચંદ્ર આકારની હોવાથી દરેક શિલાને વકભાગ–અર્ધ– ગોળાઈને ભાગ ચૂલિકા તરફ અને સીધે ભાગ પોતપોતાના ક્ષેત્ર તરફ બહારની દિશામાં રહેલો છે.
શિલાને ચારે દિશામાં ચાર તરણ શિલા ઉપર ચઢવાના દ્વાર સરખા ભાગ છે, તારણને ત્રણ ત્રણ પગથિઓ છે.
આ શિલાઓ અર્ધચંદ્રાકારે હેવાથી તેને મધ્ય ભાગજ ૨૫૦ જન વિસ્તારવાળો છે. ત્યાર પછી બન્ને તરફ ઘટતી ઘટતી છેડા પાસે પાતળી છે.
આ ચારે શિલાઓ ધનુષ આકારે પણ ગણાય છે. તેથી ધન પૃષ્ઠ–કામઠીને ભાગ યુલિકા તરફ અને જીવા–દોરીને ભાગ ક્ષેત્રો તરફ હોય છે અને મધ્ય ભાગ છું ૨૫૦ યોજન છે. ૩૫૫-૩૫૬
હવે શિલાના નામ કહે છે. एगत्थ पंडकंबल-सिल त्ति अइपंडकंबला बीया। रत्तातिरत्तकंबल-सिलाण जुयलंच रम्मयलं॥३५७॥ છાયા–ાગ Togશ્વરાશિ ત્તિ તિવાડુક્યા દ્રિતીય T
रक्तातिरक्तकम्बलाशिलयोऽयुगलं च रम्यतलम् ॥३५७॥
અથ–એક બાજુ પાંડુકંબલા શિલા છે, બીજી અતિ પાંડુકંબલા, રક્તકંબલા અને અતિરક્તકંબલા શિલાનું યુગલ છે અને મનોહર તળિયાવાળી છે.
વિવેચન—આ ચારે શિલાઓમાં ચૂલિકાથી પૂર્વ દિશામાં રહેલી એક શિલા પાંડુકંબલા નામની છે, બીજી દક્ષિણ દિશામાં રહેલી શિલા અતિ પાંડુકંબલા નામની છે. પશ્ચિમ દિશામાં રહેલી શિલા રક્તકંબલા નામની છે અને ઉત્તર દિશામાં રહેલી અતિરક્તકંબલા નામની છે.
આ ચારે શિલાઓ મનહર તળીયાવાળી હોવાથી તેના ઉપર ઘણા મહર્દિક વનવ્યંતર દેવો, વૈમાનિક દેવો અને બીજા ઘણા દેવો આવીને સુખપૂર્વક આનંદ કરે છે. ૩૫૭ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org