________________
જેનદષ્ટિએ મહા ભૂગેળ-સૌમનસ વનનું સ્વરૂપ
૪રહે. वापी मनोरमाऽपि च उत्तरकुरुस्तथा च भवति देवकुरुः । ततश्च वारिषेणा सरस्वती तथा विशाला च ॥३४॥ वापी च माघभद्राऽभयसेना रोहिणी च बोधव्या ।
भद्रोत्तरा च भद्रा सुभद्रा भद्रावती चैव ॥३४५॥ અર્થ-નંદનવન સમાન પ્રકારવાળું સૌમનસવન છે. પરંતુ અહીંયા ફૂટ નથી.
વાવડીઓ–સુમના, સૌમનસા, સૌમનાંશા અને મને રમા વાવડી છે. વળી ઉત્તરકુર તથા દેવ છે. પછી વારિણા અને સરસ્વતી તથા વિશાલા, અને વાવડી માઘભદ્રા, અભયસેના, અને રોહિણી, ભદ્રોત્તરા, ભદ્રા, સુભદ્રા અને ભદ્રાવતી જાણવી.
વિવેચન–નંદનવન સમાન પ્રકારનું સૌમનસવન છે. એટલે જેમ નંદનવનમાં ચારે દિશામાં મેરુ પર્વતથી ૫૦ યોજન દૂર એકએક સિદ્ઘાયતન, ચારે ખૂણામાં એક એક પ્રાસાદ, પ્રાસાદની ચારે દિશામાં એકએક વાવડી છે. તેમ અહીં પણ બધાનું માપ તે પ્રમાણે છે. તથા ઈશાન ખૂણો અને વાયવ્ય ખૂણાના પ્રાસાદ ઈશાનેન્દ્ર સંબંધીના, અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદ કેન્દ્ર સંબંધી છે. તે જ પ્રમાણે અહીં સૌમનસ વનમાં બધું જાણવું. ફરક માત્ર એટલો છે કે નંદન વનમાં ૮ ફૂટ છે, તે અહીં સૌમનસ વનમાં કુટો નથી અને વાવડીઓ નામ જુદી છે. તે આ પ્રમાણે–
સૌમનસ વનમાં મેરુપર્વતથી ઈશાન ખૂણામાં જે ઈશાનેન્દ્ર સંબંધી પ્રાસાદ છે તે પ્રાસાદની પૂર્વ દિશા તરફની વાવડી સુમના, દક્ષિણ તરફની સીમનસા, પશ્ચિમ તરફની સીમનાંશા અને ઉત્તર તરફની મનોરમા નામની વાવડી છે.
અગ્નિ ખૂણામાં શકેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ ઉત્તર, દક્ષિણ તરફ દેવકુ, પશ્ચિમ તરફ વારિણા અને ઉત્તર તરફ સરસ્વતી નામની વાવડી છે.
નૈઋત્ય ખૂણામાં કેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ વિશાલા, દક્ષિણ તરફ માઘભદ્રા, પશ્ચિમ તરફ અભયસેના અને ઉત્તર તરફ રોહિણુ નામની વાવડી છે.
વાયવ્ય ખૂણામાં ઈશાનેન્દ્ર સંબંધી જે પ્રાસાદ છે તેની પૂર્વ તરફ ભદ્રોત્તર, દક્ષિણ તરફ ભદ્રા, પશ્ચિમ તરફ સુભદ્રા અને ઉત્તર તરફ ભદ્રાવતી નામની વાવડી છે. ૩૪૩-૩૪૪-૩૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org