________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-સૌમનસ વનનું સ્વરૂપ
૪૨૧ વિવેચન–પહેલી મેથંકરા, બીજી મેધવતી, ત્રીજી સુમેધા ચોથી મેધમાલિની, પાંચમી સુવત્સા, છઠ્ઠી વત્સમિત્રા, સાતમી બલાહકા અને આઠમી વારિણા નામની છે. આ આઠે દિકુમારિ ભગવંતના જન્મ સમયે પરિવાર સહિત આવી સુગંધી જળની વૃષ્ટિ કરે છે. ૩૩૭ - હવે સૌમનસવનનું સ્વરૂપ જણાવે છે. बासहि सहस्साइं,पंचेव सयाइं नंदणवणाओ। उडढं गंतूण वणं,सोमनसं नंदणसरिच्छं॥३३८॥ છાયા-ષ્ટિ સહસ્ત્રાદિ રૈવ શતાનિ નનવનાત્ |
ऊर्ध्व गवा वनं सौमनसं नन्दनसदृशम् ॥३३८॥
અર્થ-નંદનવનથી બાસઠ હજાર પાંચસો યોજન ઊંચે જતાં નંદનવન સરખું સૌમનસ વન છે.
વિવેચન–નંદનવનથી ઉપર ૬૨૫૦૦ યોજન જઈએ ત્યાં સૌમનસ નામનું વન છે. તે નંદનવન સરખુ છે. એટલે જેમ નંદનવન ચક્રવાલ ગોળાકારે મેરુપર્વતની મેખલામાં ફરતું ચારે તરફ ૫૦૦ યોજન છે તેમ સૌમનસવન પણ મેખલામાં મેસે પર્વતને ફરતુ ગોળાકારે ૫૦૦ યોજન પહેણું છે. ૩૩૮
હવે સૌમનસવનમાં મેને બહારનો વિરતાર કહે છે. बावत्तराइंदोन्नि य,सयाइं चउरोय जोयणसहस्सा। बाहिं गिरिविक्खंभो, एक्कारसभाग अट्ठव ॥३३९॥ છાયા–fસાવિ દે ૨ શતે જ વરવાર યોગનહાનિ .
बहगिरिविष्कम्भ एकादशभागा अष्टैव ॥३३९॥
અર્થ–મેપર્વતને બહારના વિસ્તાર ચાર હજાર બસો બહેતર યોજન અને આઠ અગીયારિયા ભાગ છે.
વિવેચન—સૌમનસ વન પાસે મેરુપર્વતની બહારના વિસ્તાર ૪૨૨ યોજના છે તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org