________________
૪૨૦
બૃહત ક્ષેત્ર સમાસ હવે આઠ ફૂટોમાં જે દેવીઓ કહી તે જણાવે છે. एएसु उडढलोए वत्थव्वाओ दिसाकुमारीओ। अट्ठेव परिवसंती, अट्ठसु कूडेसु इणमाओ॥३३६॥ છાયા–તૈg કરો વાતવ્યા વિના
अष्टैव परिवसन्ति अष्टसु कूटेषु इमाः ॥३३६॥
અર્થ–આ આઠે ફૂટમાં રહેનારી આઠેય દિકકુમારિઓ ઉર્વલેમાં રહેવાવાળી છે. તે આ નામવાળી છે.
વિવેચન—આ આગળ કહી ગયા તે આઠ ફૂટોમાં રહેતી આઠેય દિકકુમારિકાઓ ઉર્વલોકમાં રહેવાવાળી છે.
કેમકે નંદનવન સમભૂતલા પૃથ્વીથી ૫૦૦ એજન ઉપર છે. અને ત્યાં આ ફૂટ ૫૦૦ યોજન ઊંચા છે. એટલે સમભૂતલ પૃથ્વીથી ૧૦૦૦ યોજન ઉપર દિકુમારીઓ રહેનારી થઈ.
સમભૂતલ પૃથ્વીથી ૯૦૦ યોજન ઉપરનો બધો ભાગ ઉર્વલોક કહેવાય છે, તેમ સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજનથી નીચેને બધો ભાગ અધોલોક કહેવાય છે. જ્યારે વચલો ૧૮૦૦ યોજનની જાડાઈવાળો ભાગ તીર્થોલોક કહેવાય છે.
આ દિકકુમારિકાઓ ૯૦૦ યોજન ઉપર વસનારી હેવાથી તે ઉર્વલોકમાં રહેનારી કહેવાય છે. તેના નામે આ પ્રમાણે છે. ૩૩૬
હવે તેના નામે કહે છે. मेघंकर मेघवई, सुमेह तह मेहमालिणि सुवच्छा। तत्तो य वच्छमित्ता, बलाहगा वारिसेणा य॥३३७॥ છાયા– જૂના મેઘવર્ત સુવા તથા મેરિની સુવત્સ !
ततश्च वत्समित्रा बलाहका वारिषेणा च ॥३३७॥
અથ–મેઘંકરા, મેઘવતી, સુમેઘા, તથા મેઘમાલિની, સુવત્સા, ત્યાર પછી વત્સમિત્રા, બલાહકા અને વારિણા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org